Vastu Tips For Home: વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુને ક્યારેય ન રાખો, તેનાથી આવશે આર્થિક તંગી, ધનની સ્થિતિ સુધારવા તરત જ હટાવી દેવી હિતાવહ
Vastu Tips For Home: વાસ્તુ ટિપ્સ અનુસાર ઘરમાં આ ચીજોને રાખવાથી તેની નકારાત્મક અસર પડે છે અને ઘરમાં બરકત નથી રહેતી.
Vastu Tips For Home: વાસ્તુ ટિપ્સ અનુસાર ઘરમાં આ ચીજોને રાખવાથી તેની નકારાત્મક અસર પડે છે અને ઘરમાં બરકત નથી રહેતી.
વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ અમુક વસ્ચતુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે. જ્યારે કેટલીક વસ્તુઓ અશુભ મનાય છે.
તો જાણીએ વાસ્તુ અનુસાર કઇ વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિમાં પણ ખરાબ થતી જાય છે. જાણી કઇ વસ્તુને ઘરમાં રાખવાથી નકારાત્મક પ્રભાવ પડે છે.
વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી બનાવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને અપનાવીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. ઘણી વખત એવું જોવા મળે છે કે લાખો પ્રયત્નો પછી પણ વ્યક્તિને તેની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. એક યા બીજા કારણોસર પ્રગતિના માર્ગમાં અવરોધો ઊભા થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ખરાબ વાસ્તુના કારણે પણ આવું થઈ શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે.
ઘરમાં છોડ રાખવા કોને ન ગમે? આજના યુગમાં દરેક વ્યક્તિને પોતાના ઘરમાં ઝાડ-છોડ વાવવાનું પસંદ કરે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, તે જાણે છે કે, કયો છોડ ઘરમાં લગાવવો શુભ રહેશે અને કયો અશુભ. વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. આ છોડ આર્થિક મુશ્કેલી લાવે છે. આ સિવાય તે છોડ પણ ઘરમાં ન લગાવવા જોઈએ જેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં કબૂતરનો માળો બને છે ત્યાં ક્યારેય આર્થિક પ્રગતિ થઈ શકતી નથી. જો તમારા ઘરમાં કબૂતરનો માળો હોય તો તેને તરત જ કાઢી નાખો.
ઘરમાં એક સાથે બે સાવરણી ક્યારેય ન રાખો. આમ કરવાથી ધનહાનિ થવાની સંભાવના છે. આ સિવાય સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જેથી કરીને કોઈ વ્યક્તિ તે સાવરણીને સરળતાથી જોઈ ન શકે. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ તૂટેલી અને ખરાબ વસ્તુઓ ન રાખવી જોઈએ. જેમ કે કાચ, કાટ લાગેલું લોખંડ, ખરાબ ઘડિયાળ, તૂટેલું ફર્નિચર વગેરે. જો આ વસ્તુઓ ઘરમાં હોય તો તેને તરત જ બહાર કાઢી લો.
Disclaimer:અહીં આપેલી સુચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. અહીં દર્શાવવું જરૂરી છે કે, એબીપી અસ્મિતા કોઇ પણ માન્યતા અને જાણકારીની પુષ્ટી નથી કરતું, કોઇ પણ જાણકારી અને માન્યતાને અમલી કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો