શોધખોળ કરો
સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ
Motivational Thoughts: નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે.
![સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ Success Mantra: abandoned this habits earliest otherwise સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/22133637/success.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આચરણને લઇ મનુષ્યએ સદા ગંભીર અને સતર્ક રહેવું જોઈએ. જે વ્યક્તિ તેના આચરણને લઇ સતર્ક નહીં રહેતા તેમણે પરેશાનીનો સામનો કરવો પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: ।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥
ગીતાના આ ઉપદેશનો અર્થ છે કે મહાન વ્યક્તિના આચરણને અન્ય લોકો અનુસરે છે. તેથી બીજાની સાથે આચરણને લઈ ગંભીર રહેવું જોઈએ અને દરેકનું સન્માન કરવું જોઈએ. જે આચરણની તમે બીજા પાસેથી અપેક્ષા ન રાખો તેવું આચરણ કોઈ સાથે ન કરવું જોઈએ.
નિંદા રસથી દૂર રહો
નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે. શરૂઆતમાં નિંદા રસમાં આનંદ આવે છે, પરંતુ ધીમે ધીમે આ અવગુણ ખુદમાં આવવા લાગે છે.
અહંકાર ન કરો
ચાણક્ય અનુસાર વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકારમાં વ્યક્તિ સ્વયંને શ્રેષ્ઠ સમજવાની ભૂલ કરવા લાગે છે અને એક દિવસ તેના પતનનું કારણ બની જાય છે. રામાયણમાં રાવણનું ચરિત્ર તેનું ઉદાહરણ છે. તમામ ગ્રંથ અને વિદ્વાનોના પ્રવચનનો સાર એટલો જ હોય છે કે સફળ બનવું હોય તો સર્વપ્રથમ અહંકારનો ત્યાગ કરો. જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી વ્યક્તિ દૂર રહેશે.
લાલચમાં ન પડો
લાલચ એટલે કે લોભ એક રીતે વ્યક્તિનો શત્રુ છે અને દરેક પ્રકારની બુરાઇનું કારણ છે. તેથી લાલચથી દૂર રહેવું જોઈએ. લોભ કરનાર વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ ન રહી શકે. લાલચના કારણે મન શાંત રહેતું નથી અને બીજાની ઈર્ષ્યા કરવા લાગે છે.
Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)