શોધખોળ કરો
Advertisement
Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
લક્ઝમ્બર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સે તેની હાઈલેવલ ટીમની ગુજરાતની મુલાકાત લેવા મોકલી હતી. આ કંપની વેક્સિનની જાળવણી માટે કોલ્ડ ચેઈન ઊભી કરશે.
મુન્દ્રાઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં સોમવારે કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાની રસી બસ હાથ વેંતમાં હોવાનું કહેવાય છે. વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી મળતાં જ દેશમાં રસીકરણની શરૂઆત કરવામાં આવશે. આ માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વેક્સિનને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા માટે લક્ઝમ્બર્ગની કંપની સાથે કૂલિંગ બોક્સ બનાવવા અંગે કરેલી ચર્ચાવિચારણાંને અંતે આ કંપની ગુજરાતના મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરવા માટે તૈયાર થઈ રહી હોવાનો નિર્દેશ કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આપ્યો છે.
દેશના અંતરિયાળ વિસ્તારના નાનામાં નાના ગામ સુધી રસી પહોંચાડી શકાય તે માટે રસીનું ટ્રાન્સપોર્ટ કરવા માટેના બોક્સ બનાવવા માટેની લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર્સ બીટેલની ઑફરને નવેમ્બરના અંતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો. આ ઑફર અંગે આગળ વધેલી ચર્ચાને અંતે આ કંપની વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કૂલિંગ બોક્સ બનાવવાનો પ્લાન્ટ ભારતમાં નાખવા તૈયાર થઈ હતી. આ કંપની સ્પેશિયાલાઈઝેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન બોક્સ તૈયાર કરશે.
સૂત્રોના કહેવા મુજબ લક્ઝમ્બર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સે તેની હાઈલેવલ ટીમની ગુજરાતની મુલાકાત લેવા મોકલી હતી. આ કંપની વેક્સિનની જાળવણી માટે કોલ્ડ ચેઈન ઊભી કરશે. તેમાં સોલાર વેક્સિન રેફ્રિજરેટર્સ, ફ્રિજર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સનો પણ સમાવેશ થાય છે.
આત્મનિર્ભર ભારતની યોજના હેઠળ લક્ઝમ્બર્ગની આ કંપની ભારતમાં પ્લાન્ટ નાખવા માગે છે. પરંતુ તે પ્લાન્ટ નખાતા બે વર્ષનો સમય લાગી જાય તેમ હોવાથી તેઓ આરંભમાં ચાર ડિગ્રીથી માઈનસ 20 ડિગ્રી ટેમ્પરેચરમાં વેક્સિન મોકલે તેવા સાધનો મોકલશે. આ કંપની માઈનસ 80 ડિગ્રીમાં તે મોકલવાની ક્ષમતા ધરાવતા ઉપકરણો વિકસાવી ચૂકી છે. વિદેશ મંત્રી એસ.જયશંકર આ પ્લાન્ટની કામગીરનું મોનિટરિંગ કરશે.
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે. અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement