શોધખોળ કરો

પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોની સલામતી અને અવિરત ઉર્જા પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને પ્રશ્નો વાતચીત અને ડિપ્લોમેસીથી ઉકેલવા પ્રયાસ કર્યાં

ઈરાન સામે  અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, અને તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભારતીયોની સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં વાતચીતની વિગતો શેર કરી છે.

તેમણે X પર લખ્યું કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર પરિસ્થિતિ પર ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ચર્ચા કરી. તેમણે પ્રદેશમાં તણાવ વધવા, નાગરિકોના જાનમાલના નુકસાન અને નાગરિક માળખાગત સુવિધાઓને થયેલા નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

સંવાદ અને કૂટનિતીની અપીલ 
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોની સલામતી અને અવિરત ઉર્જા પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યું, "ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની મારી વાતચીતમાં, મેં શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો મત દોહરાવ્યો હતો.  અને સંવાદ અને કૂટનીતિથી મામલો ઉકેલવા અપીલ કરી હતી. ." અગાઉ, વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે, આ મામલે  ભારત અને ઈરાનના વિદેશ પ્રધાનોએ છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત વાતચીત થઇ ચૂક્યાં  છે.

ભારતના તેલ અને ગેસ સંકટમાંથી રાહત!

વડાપ્રધાન મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ, ભારતને સંભવિત તેલ અને ગેસ સંકટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને તેલ અને અન્ય માલસામાનની હેરફેર માટે ઈરાની સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. બંને નેતાઓએ ભારતીય નાગરિકો અને તે માર્ગ પર ભારતીય માલસામાન લઈ જતા જહાજોની સલામતી અંગે ચર્ચા કરી. નોંધનીય છે કે ઇરાકમાં અમેરિકન જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. ઈરાન પહેલાથી જ ચીનને જહાજોના પરિવહનની મંજૂરી આપે છે. ભારતને પણ ઈરાન તરફથી આ છૂટ મળશે, અને IRGC તેના પર હુમલો કરશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ
ગુરુવારે, ઈરાનના નવા સુપ્રીમ લીડર, આયતુલ્લાહ મોજતબા ખામેનીએ પહેલી વાર દુનિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું ,કે હોર્મુઝ સ્ટ્રેટ હાલ પૂરતો બંધ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, ઈરાનના તેના ગલ્ફ આરબ પડોશીઓ પર હુમલા ચાલુ રહેશે. ઈરાનના નવા સુપ્રીમ લીડરએ ગલ્ફ દેશોને યુએસ લશ્કરી થાણા બંધ કરવા હાકલ કરી, ધમકી આપી કે યુએસ થાણા પર હુમલો કરવામાં આવશે. અમે બાળકોની હત્યાનો બદલો લઈશું. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં આવેલા તમામ યુએસ બેઝ બંધ કરવામાં આવશે.

ભારતીય જહાજોને પસાર થવા દેવા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારત અને ઈરાનના વિદેશ પ્રધાનો છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત વાટાઘાટો કરી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાને જહાજોને ભારત જવાની પરવાનગી આપી છે, ત્યારે તેમણે કહ્યું કે વધુ ટિપ્પણી કરવી અકાળ ગણાશે. તાજેતરની વાટાઘાટોમાં દરિયાઈ શિપિંગ સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Embed widget