શોધખોળ કરો

2025 Horoscope: વર્ષ 2025માં આ રાશિના જાતકોને થશે લાભ, આ લોકોએ રહેવું પડશે સાવધાન

2025 Horoscope: વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થશે

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સાથે ગ્રહો અને નક્ષત્રો પણ બદલાઈ રહ્યા છે. તેની વિવિધ અસરો તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે.

મેષ રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિમાંથી ધન રાશિમાં ગુરૂ ગોચર કરશે. જે વેપાર ધંધા નોકરીમાં મોટા ધન લાભ થશે. નામ અને  પ્રગતિ કરાવશે કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે છે. 14, મે 2025થી ગુરુ  મિથુન રાશિમાં આવતા  તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે  ભાઈ- બહેન  સાથે  મતભેદો ઊભા કરી શકે. નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા માટે ઘર બદલવાના યોગ રહેશે.

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક  સુખમાં વધારો કરે.  વેપાર ધંધા નોકરીમાં મોટા ધન લાભ આપશે. સમાજમાં માન અપાવશે. દરેક કાર્યમાં સફળતા મળશે. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થાય  જે શારીરિક  માનસિક, આર્થિક  તકલીફ ઊભી કરશે. તમામ કામમાં અડચણ આવશે.

મહિલાઓ માટેઃ  આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષ ની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ રહશે. ૨૯ માર્ચથી શનિ  મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભો થઇ શકે છે. કૌટુંબિક કે આર્થિક તકલીફો આપે પેટને લગતી નાની મોટી તકલીફો  થઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ  શરૂઆતમાં મહેનત પ્રમાણે લાભ થશે. માર્ચ 2025થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નમાં મુશ્કેલીઓ આવશે જેથી વધુ મહેનત કરવી પડશે.

વૃષભ રાશિ

વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિના પહેલા દેહ ભાવમાં રહેશે, જે  નોકરી ધંધામાં નાનો મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો થાય.  ખર્ચ પર કાબૂ રાખો. નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા જોઇએ.  14 મે 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી  બીજા ઘનભાવે રહેશે.  જે  આર્થિક બાબતો માટે શુભ બનતો જશે. રોકાયેલા કાર્યો પૂરા થશે. કુટુંબમાં વડીલ તરફથી  ધન કે  સંપત્તિ મેળવવાના બને.  આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી  થતી જશે  વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોઈ તમારા દસમા કર્મ સ્થાને રહેશે. જે નોકરી વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે મનની શાંતિ આપે. થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ મળે.

શનિ તમારી રાશિમાં અગિયારમા લાભ ભાવે રહેશે જેની તમારા સુખમાં વધારો કરશે. દરેક કામમાં વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય.

સ્ત્રીઓ માટે :  આ વર્ષ  શરૂઆતમાં  મધ્યમ પસાર થાય. પણ  માર્ચ ૨૦૨૫થી ખૂબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે દરેક કાર્યોમાં લાભ થશે.

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂમાં કઠિન  ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ 2025થી સમય સુધરી જશે અને પરિણામ સારું આવશે.  ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહેશે.

મિથુન રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય  સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ કરશે જે નોકરી ધંધામાં સમસ્યા આવશે. ધન ખર્ચ ના અનેક યોગો બનાવે છે.  14 મે 2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપશે. શારીરિક સમસ્યા પણ આવી શકે.

વર્ષની  શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે. જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળશે. વડીલવર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થશે. શનિ  મીન રાશિનો તમારી રાશિથી દસમા  કર્મ ભાવે આવે છે જે  રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે જેથી મનને  શાંતિ થશે. થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થાય.

સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય માર્ચ ૨૦૨૫થી રોકાયેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળી શકે.

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે.

કર્ક રાશિ

વર્ષની શરૂઆતમાં કર્કનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવમાં ભ્રમણ કરશે.  જે વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવશે. સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય છે. 14, મે 2025 બાદ ગુરૂ  મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. ગુરુ કષ્ટ વ્યાધિ અને પીડા આપશે. શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે રુકાવટો ઉભી થાય.

વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ  તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા  ના યોગ બને આકસ્મિક  જવાબદારીઓ તમારી પરેશાની વધશે. સતત પ્રયત્નશીલ છતાં તમે યોગ્ય ફળ ન મળે. નુકશાની વધશે. યાત્રા કષ્ટદાથી નીવડશે. 29 મે 2025થી શનિ તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે જે ભાગ્યવૃદ્ધિમાં વિલંબ કરાવે. નાણાંકીય અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને સિનિયર સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી.

સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક - કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે મતભેદો  ઉભા થઇ શકે.

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવામાં વિલંબ થઈ શકે છે.

સિંહ રાશિ

વર્ષની શરૂ આતથી વૃષભનો ગુરૂ  તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે.  નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલી ના યોગ બને છે. 14 મે 2025થી મિથુનનો  ગુરુ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે આપે છે જે  વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિના  યોગ બનાવે છે સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વધારે આવક ના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગ બને. વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિથી  સાતમા સ્થાનમાં રહે છે જે લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું જોઇએ. લગ્નમાં વિલંબ ના યોગ બને. આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય  શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેશે.

સ્ત્રીઓ માટે:  એકંદરે આવકની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. વાદવિવાદથી દૂર રહેવું જોઇએ. વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બનશે. રોકાયેલા પ્રશ્નો પુરા થશે.

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂઆતથી જ લાભદાયી પુરવાર થશે.  અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને છે. મહેનતથી ધાર્યું પરિણામ મળી શકે છે.

કન્યા રાશિ

વૃષભનો  ગુરુ  વર્ષની શરૂઆતમાં  તમારી રાશિથી નવમાં ભાવે ભ્રમણ કરશે  જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે. ભાગ્યોદય થઈ શકે છે. મોટો ધનલાભ થશે. વિદેશ જવાના યોગ ઊભા થાય. લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિ ના પણ યોગ બને. 14 મે 2025થી મિથુન  ગુરૂ તમારી રાશિથી  દસમા કર્મભાવે આવશે  જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે છે. આવકનું પ્રમાણ વધી શકે છે. જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થશે.

વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટા આર્થિક લાભ મળે. શત્રુ વિજય યોગ થાય.  ધંધાકીય મુસાફરી  ના યોગ બને.

મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે આરોગ્ય સાચવવું પડશે.

સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય  વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય.

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે છે. હરિફાઈમાં જીતની પ્રાપ્તિ થાય.

તુલા રાશિ

વર્ષની શરૂઆતમાં  વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્વાનમાંથી ભ્રમણ કરશે. જેથી નોકરી વેપારમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું. આરોગ્યનું ધ્યાન રાખવું. મોટા સાહસથી દૂર રહેવું પડશે.  14 મે 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવે આવશે. જે સુખ સફળતા અને  લાભના યોગ ઊભા કરે   ભાગ્યોદય  જેવા કાર્યો થાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. પરિવારમાં શુભ પ્રસંગો આવે ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય.

વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આ.પે નાની મોટી નુકશાની થઇ શકે છે. ધંધા નોકરીનાં રૂકાવટ આવે. સંતાનો અંગેના પ્રશ્નો ઉભા થાય. 29 માર્ચ 2025થી મીન રાશિનો  શનિ તમારી રાશિથી  છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે જે દરેક કાર્યોમાં સફળતા મેળવી આપે અને રોકાયેલા કાર્યો પૂરા કરે છે. કોર્ટ કચેરીમાં જીત આપે. આરોગ્યમાં સુધારો કરે. શત્રુ પર વિજય પ્રાપ્ત કરાવે છે.

સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆતમાં મિશ્ર ફળદાથી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ બાદ સારો સમય શરૂ થશે અને રોકાયેલા કાર્યો પુરા થશે અને સુખ શાંતિની પ્રાપ્તિ થશે.

વિદ્યાર્થીઓ માટે :-  આ વર્ષની   શરૂઆત  કસોટીમય ગણાય. ખૂબ મહેનત કરવી જરૂરી રહેશે. આત્મવિશ્વાસથી અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે.  માર્ચ ૨૦૨૫થી સમય વર્ષ સારું ગણી શકાય.

વૃશ્ચિક રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી સાતમાં ભાવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ થશે. સન્માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અહીં તે સારું ફળ આપનાર છ યોગ ઊભા થાય છે. ઘરમાં  માંગલિક કાર્યો  આવે છે. મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે. જે શારીરિક તકલીફ આપી શકે.  ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે છે. નોકરી વ્યવસાયમાં  આકસ્મિક સમસ્યા થઈ શકે છે. એકંદરે સમય શાંતિથી પસાર કરવો પડશે.

નુકશાની અને શત્રુતામાં યોગ ઊભા કરે છે. નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદથી દૂર રહેવું.  કોર્ટ કચેરીથી બચવું નહીં. નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે. આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. મીન રાશિનો  શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય છે. શારીરિક તકલીફો આપી શકે સંતાનના પ્રશ્નો ઉભા થાય. ખર્ચ પર કાબૂ રાખવો.  ધીરજ પૂર્વક સમય પસાર કરવો.

સ્ત્રીઓ માટે: આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય. ઘર પરિવાર કે દામત્ય જીવનમાં વિવાદોથી દૂર રહેવું જોઇએ.  નોકરીમાં ટકી રહેવું. પેટ-આંતરડા કે પાચનની નાની-મોટી તકલીફ થઈ શકે છે. આર્થિક તંગી રહ્યા કરે. ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતે ફાયદા કારક રહેશે. વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય. તમારા કાર્યો સફળ થતાં જણાય. મે ૨૦૨૫થી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય.

ધન રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ  ગણાય. નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકશાન થઈ શકે. આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું. નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે છે. 14 મે 2025  મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે.  વેપાર ધંધા નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે. સંબંધો મધુર થશે. તબિયત સારી થશે. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. વેપાર ધંધા નોકરીમાં  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરવશે. આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે. તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે. સારો ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધે. માતા- પિતા સાથે અણબનાવ ઊભો કરે નહિ તેની કાળજી રાખવી.  આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો  એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય  કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડી શકે છે.

સ્ત્રીઓ માટે : આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વધશે. નોકરિયાત બહેનોને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિ ના યોગ રહે. સમય શાંતિથી પસાર કરવો. ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં  મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫થી ઉત્તમ સમય શરૂ થશે. જે અભ્યાસમાં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા આપશે.

મકર રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ ઊભા કરશે.  જીવનમાં  સુખ સફળતા મળે. સંતાનો ના પ્રશ્નો હલ થાય  નોકરીમાં પ્રમોશનના યોગ થાય વિદેશ જવાનું સપનું પૂરું થાય. 14 મે 2025થી  મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી  છઠ્ઠા  રોગ-શત્રુભાવે આવે જે   શારીરિક સમસ્યા  તેમજ  અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસ ઘાતના યોગ બનાવે. નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું. આવક ઘટી શકે છે.  

વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે. અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે  શારીરિક -માનસિક ચિંતા બેચેની આપે.  તમારે અનેક તકલીફોનો સામનો કરવી પડી શકે છે. ઉતરતી પનોતીમાં ધીરજ પૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું. કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં. પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે.

શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે. રોકાયેલા કાર્યો પૂરા થશે. લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે.  ફરી સાહસિક કર્યો દ્વારા પ્રગતિ  થશે. વેપાર ધંધા નોકરીમાં ધન લાગતા યોગ ઊભા થશે. એકંદરે સારી સફળતા મળશે.

સ્ત્રીઓ માટે : આ વર્ષ  શરૂઆત એ બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને. પરંતુ માર્ચ ૨૦૨૫થી તમામ સમસ્યાઓનો અંત આવે. સારા ધન યોગ ઉભા થાય. ક્લેશ દૂર થાય. રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે. થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય. માર્ચ ૨૦૨૫ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે. ખૂબ મહેનત બાદ સફળતા મેળવી શકશો. વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે છે.

કુંભ રાશિ

વર્ષની શરૂઆતમાં  વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરશે.  જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે. સફળતા પ્રાપ્તિ કરાવે. કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ કરાવે. જમીન મિલકત પ્રોપર્ટીના લાભ કરાવશે. ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવરો જે સુખ સફળતાના યોગ ઊભા કરે. સંતાન પ્રાપ્તિના યોગ થાય. બાળકોના પ્રશ્નો પુરા થાય. ધાર્મિક યાત્રા મુસાફરીના યોગ બને છે.

વર્ષની શરૂઆતમાં કુંભના  શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાપે છાતી પરથી પસાર થશે જે  વેપાર ધંધા નોકરી માટે લક્ષ્મી દાયક કે ધન દાયક ગણી શકાય પરંતુ પનોતી હોવાથી શારીરિક માનસિક ચિંતા અને બેચેની સમય સમયે રહ્યા કરે છે. રોકાયેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે.  પનોતી નો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે છે.

29 માર્ચ 2025થી શનિ તમારી રાશિથી  બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનીતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો પસાર થવાનો છે જે પણ એકંદરે લાભદાયી રહેશે. રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવશે. વારસાગત લાભ અપાવે. જમીન મકાન પ્રોપર્ટીથી ધન લાભ થાય. શનિ ઉપાસના શરૂ રાખવી જોઇએ. વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબૂ રાખવો જોઇએ.

સ્ત્રીઓ માટે :- સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક શારીરિક રીતે મધ્યમ ગણાશે પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય. પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે. શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી. તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે.

વિદ્યાર્થીનો માટે : આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત સ્થળ આપશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે.

મીન રાશિ

વર્ષની શરૂઆતમાં વૃષભનો  ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે. જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય. થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય. 14 મે 2025થી મિથુન રાશિનો ગુરુ  તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે જે  વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે. આવકમાં વધારો થશે. માલ મિલકત વધશે. મકાન વાહન ગાડી સુખ વધશે. વૈભવમાં વધારો થઈ શકે છે. પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.

વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માથા પરથી પસાર થાય છે. જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે છે. પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી છે. શનિદેવની ઉપાસના કરવી. ખૂબ મોટા સાહસોથી બચવું. શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે. ખૂબ મોટા સાહસોથી બચવું. શાંતિથી સમય પસાર કરવો. ખર્ચ પર કાબૂ રાખવો. થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય નહીં. ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો. શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત નહીં કરો. ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય. આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે.

સ્ત્રીઓ માટે : આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે. તેમણે પણ શનિ અને હનુમાનજીની ઉપાસના કરવી જોઇએ. કૌટુંબી ક્લેશથી દૂર રહેવું. કચેરીથી બચવું. ખર્ચ પર કાબૂ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય. કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી જોઇએ.

વિદ્યાર્થીઓ માટે  : આ વર્ષ  શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માંગી લે છે. તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં.

તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવી. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા. ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget