Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
અભિનેતા શાહરૂખ ખાનની દેશભક્તિ પર સાધુ સંતોએ ઉઠાવ્યા છે સવાલો. બાંગ્લાદેશમાં હિંદુઓની થઈ રહેલી હત્યા મુદ્દે ધર્મગુરુ દેવકીનંદન ઠાકુર અને જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવ્યા. રામભદ્રાચાર્ય અનુસાર, 'શાહરૂખ ખાન હીરો નથી. તેમનું કોઈ ચરિત્ર નથી. તેઓ ગદ્દારો જેવા કામ કરી રહ્યા છે ' શાહરૂખની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સએ ક્રિકેટર રહેમાનને 9.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દેવકીનંદન ઠાકુરે એવો પણ આરોપ લગાવ્યો કે, એક ટીમ માલિક એટલો પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે કે એ દેશના ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કરે, જે દેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો હોય. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તો સમગ્ર મામલે BCCI દખલ કરે તેવી માગણી કરી. આ તરફ, ભાજપ નેતા સંગીત સોમે પણ ગઈકાલે આરોપ લગાવ્યો કે, શાહરૂખ ક્યારેક પાકિસ્તાનનું સમર્થન કરે છે તો ક્યારેક બાંગ્લાદેશનું..આવા લોકોને ભારતમાં રહેવાનો અધિકાર નથી.



















