શોધખોળ કરો

Angarki Chaturthi 2023: આજે છે વર્ષની એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી, મંગળ દોષ તથા તમામ કષ્ટોમાંથી મુક્તિ માટે કરો વ્રત

Angarki Sankashti Chaturthi : ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે.

Angarki Sankashti Chaturthi: આજે મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે. મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથ ના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ગણપતિ દાદાના દર્શન માટે ઉમટી પડે છે ભક્તો
 
અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. અને ગણેશ મંદિરોએ આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા ધરોના પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે. અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ગણપતિ મંદિરમાં પણ પૂજા અર્ચનાનો વિશેષ માહોલ રચાય છે.

વિક્રમ સંવત 2079માં એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી

પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે. વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

સંકટ ચોથનું વ્રત વિધ્નો અને બંધનમાંથી આપે છે મુક્તિ

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. 21, 51 કે 108 વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.

સંકટ ચતુર્થી પર આ ચમત્કારિક મંત્રોનો જાપ અચૂક કરો

વક્રતુણ્ડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભા ।

નિર્વિઘ્નામ કુરુ મે દેવ, સર્વ-કાર્યષુ સર્વદા ॥

માન્યતા અનુસાર જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો ગણેશ ઉત્સવ દરમિયાન ઉપરોક્ત મંત્રનો જાપ કરો.

ગણપૂજ્યો વક્રતુન્ડા એકાદષ્ટિ ત્રિયમ્બકઃ ।

નીલગ્રીવો લંબોદરો વિગ્તો વિઘ્રજક:..

ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયકઃ ।

ગણપર્તિહસ્તિમુખો દ્વાદસરે યજેદ્ગનમ.'

જો તમે ગણપતિજીને પ્રસન્ન કરવા માંગો છો તો તેના માટે ઉપરોક્ત મંત્ર સૌથી સરળ મંત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંત્ર જેટલો સરળ છે તેટલો જ અસરકારક છે.

ત્રિમયખિલબુદ્ધિદાત્રે બુદ્ધિપ્રદીપાય સુરાધિપયા ।

નિત્યા સત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યમ્ નિરિહાય નમોસ્તુ નિત્યમ્

જો તમે કોઈ કામ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને સમય આવતા કામ બગડી જાય છે તો ઉપરોક્ત મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારા બધા બગડેલા કામ પૂર્ણ કરશે. જો તમને મહેનત કરીને પણ મંઝિલ નથી મળી રહી તો ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રનો 21 વાર જાપ કરો.

ઓમ ગણ ગણપતે નમઃ

જો તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે અને તમે તે બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગણેશ જીના આ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશનો આ મંત્ર એટલો ચમત્કારી છે કે તેનો જાપ કરવાથી જીવનની તમામ બાધાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget