Baba Vanga Predictions 2024: બાંગ્લાદેશ, ઇઝરાયલ-ઇરાન, શું સાચી સાબિત થઈને રહેશે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી
Baba Vanga Predictions: બાબા વેંગા અનુસાર યુદ્ધ. હુમલા, આગચંપી જેવી વધતી ઘટનાઓથી દુનિયાનો અંત આવી જશે.
Baba Vanga Predictions 2024: દુનિયાના કેટલાક દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ-ઇઝરાયલ અને યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પછી હવે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડી ગઈ છે. બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનોને કારણે પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને પોતાની બહેન રેહાના શેખ સાથે દેશ છોડવો પડ્યો.
દુનિયાના વિવિધ દેશોમાં બગડતી પરિસ્થિતિને જોઈને ફરી એકવાર બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં આવી છે. બાબા વેંગા ભલે દુનિયાને ન જોઈ શકતા હોય, કારણ કે 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી, પરંતુ તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ આજ સુધીમાં સાચી સાબિત થઈ ચૂકી છે.
બાબા વેંગાએ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણી કરી હતી. જ્યારે જ્યારે દુનિયાના કોઈપણ દેશમાં પરિસ્થિતિ બગડે છે અથવા યુદ્ધ, વિવાદ, અશાંતિ કે આગચંપી જેવી પરિસ્થિતિઓ સામે આવે છે ત્યારે બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા શરૂ થઈ જાય છે.
ઇઝરાયલ-ઇરાન પર બાબા વેંગાની ભવિષ્યવાણી બાબા વેંગાએ 2024માં ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા પછી લોકોને એવો ડર સતાવવા લાગ્યો કે શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થશે?
હાલમાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં જબરદસ્ત પ્રદર્શનો થઈ રહ્યા છે અને ત્યાં જોરદાર હિંસા થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે. બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ જો સાચી સાબિત થાય તો દુનિયાનો વિનાશ નિશ્ચિત છે. બાબા વેંગાએ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. તેમની ભવિષ્યવાણી અનુસાર 5079 સુધીમાં દુનિયા સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
બાબા વેંગાની જે ભવિષ્યવાણીઓ સાચી થઈ
- અમેરિકાના ન્યુયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો.
- યુક્રેન પર રશિયન આક્રમણની ભવિષ્યવાણી.
- કોરોના વાયરસ જેવી મહામારી આવવાને લગતી બાબા વેંગાની ભવિષ્યવાણી.
- 1997માં બ્રિટનની રાજકુમારી ડાયનાનું મૃત્યુ અને 1986માં ચેર્નોબિલની પરમાણુ દુર્ઘટના.
- 2024માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલાની ભવિષ્યવાણી.
Disclaimer: અહીંયા આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીંયા ઉલ્લેખ કરવો જરૂરી છે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
આ પણ વાંચોઃ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે 165 કિલો કેસરી પુષ્પનો શણગાર કરવામાં આવ્યો, જાણો શું છે વિશેષતા