Feng Shui Tips: ઘરની આ દિશામાં લગાવો વાંસનો છોડ, થશે અઢળક લાભ
વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસના છોડનું વિશેષ મહત્વ છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરનાર માનવામાં આવે છે.
વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસના છોડનું વિશેષ મહત્વ છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરનાર માનવામાં આવે છે. વાંસનો છોડ માત્ર ઘરનું વાતાવરણ જ શુદ્ધ નથી કરતું. ફેંગશુઈ અનુસાર વાંસના છોડને શુભતા, સૌભાગ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો વાંસના છોડને દિશાઓ અનુસાર યોગ્ય સ્થાન આપવામાં આવે તો તેનાથી ચમત્કારીક લાભ થાય છે. વાંસનો સાદો છોડ નકારાત્મક ઉર્જા દૂર કરે છે, જ્યારે તે તેની આસપાસના વાતાવરણને પણ શુદ્ધ કરે છે. તેથી તેને ઘરમાં સ્થાપિત કરવું આવશ્યક છે.
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત અનુસાર વાંસનો છોડ ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. આ છોડ કુદરતી રીતે ઘરની હવાને પણ શુદ્ધ કરે છે, જેના કારણે ત્યાં રહેતા લોકો તાજગી અને સકારાત્મકતા અનુભવે છે. આ સાથે વાંસનો છોડ માનસિક શાંતિ આપવા અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે. વાંસનો છોડ તમારા પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને પણ મજબૂત બનાવે છે. તેને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધે છે. આ છોડ સંબંધોમાં સુમેળ અને સમજણ વધારવામાં પણ મદદરૂપ છે.
વાંસનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ ?
વાંસના છોડને શુભ, સૌભાગ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં લાંબા સમય સુધી સ્વસ્થ અને ખુશ રહેવા માંગતા હોવ તો વાંસનો છોડ રોપવો એ એક સારો ઉપાય છે. ફેંગશુઈ અનુસાર આર્થિક સમૃદ્ધિ અને શાંતિ માટે ઘરમાં વાંસનો છોડ રાખવાની શ્રેષ્ઠ દિશા પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ છે. પૂર્વ દિશા સ્વાસ્થ્ય અને પ્રગતિ સાથે જોડાયેલી છે, જ્યારે દક્ષિણ-પૂર્વ દિશાને સમૃદ્ધિ અને આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને દીર્ધાયુષ્ય સુધારવા માંગો છો, તો આ દિશાઓમાં વાંસનો છોડ લગાવવો શ્રેષ્ઠ ઉપાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Diwali 2024: દિવાળી પર માતા લક્ષ્મીજીનું સ્વાગત કેવી રીતે કરવું