Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું આ જાણીતું મંદિર રહેશે ખુલ્લું, જાણો આરતીનો સમય
Chandra Grahan 2022:. ગ્રહણને લઈ ઘણા જાણીતા મંદિરો બંધ છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું જાણીતું મંદિર શામળાજી ખુલ્લું રહેશે અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Chandra Garhan 2022: વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ આજે થઈ રહ્યું છે. તેનો સુતક સમય સવારે 5.53 થી શરૂ થયો છે. ગ્રહણને લઈ ઘણા જાણીતા મંદિરો બંધ છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગુજરાતનું જાણીતું મંદિર શામળાજી ખુલ્લું રહેશે અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- ચંદ્ર ગ્રહણને પગલે યાત્રાધામ મંદિર દર્શન સમયમાં ફેરફાર
મંદિર ખુલશે સવારે ૫.૦૦ કલાકે,મંગળા આરતી સવારે ૫.૪૫ કલાકે - શણગાર આરતી સવારે ૮.૩૦ કલાકે
- મંદિર બંધ થશે સવારે (રાજભોગ ) ૧૦.૩૦ કલાકે
- મંદિર ખુલશે રાજભોગ આરતી સવારે ૧૧.૧૫ કલાકે
- પુનઃ મંદિર બંધ થશે ૧૧.૩૦ કલાકે,ઉત્થાપન બપોરે ૧.૦૦ કલાકે
- સંધ્યા આરતી અને મેરાયું દર્શન બપોરે ૧.૩૦ કલાકે
- ગ્રહણ શરુ થશે બપોરે ૨.૩૯ કલાક,ગ્રહણ પૂર્ણ સાંજે ૬.૨૦ કલાક
- ગ્રહણનો કુલ સમય ૩ કલાક ૪૫ મિનિટ
શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર
કારતકી પૂનમ ને શામળાજી મેળામાં ભક્તનું ઘોડાપુર ઉમટયું છે. શામળાજી ખાતેના નાગધરા કુંડમાં પિતૃ તર્પણ કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ સહિતના લોકો શામળાજી મંદિરમાં ઉમટ્યા છે. શામળાજી મંદિરમાં ભગવાન કળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શામળાજીમાં વર્ષોથી પરંપરાગત કારતકી પૂનમનો મેળો ભરાય છે.
ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ
ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો. સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.
આ કામ ચંદ્રગ્રહણ દરમિયાન કરો
ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ. આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો. શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી. ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો. આ સમય દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.