Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
ગેસ ગીઝર વાપરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે... પાલનપુરમાં ગેસ ગીઝરની ગુંગળામણથી 13 વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે... બનાસકાંઠાના પાલનપુરમાં આબુ હાઇવે પર તિરૂપતિ રાજનગરમાં ગેસ ગીઝરની ગુંગળામણથી કિશોરીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.... 13 વર્ષીય કિશોરી બાથરૂમમાં નહાવા જતા ગેસ ગુંગળામણ થતાં ઘટના બની. કિશોરી મોડે સુધી બાથરૂમની બહાર ના આવતા પરિવારે દરવાજો તોડી બહાર કાઢી. તેને બહાર કાઢીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તબીબે કિશોરીને મૃત જાહેર કરી... જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે. જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે . આ ઝેરી ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી... એટલે એની હાજરીની ખબર નથી પડતી પરંતુ એ એક સાઇલન્ટ કિલર છે... જોકે ઘણા કિસ્સામાં ગેસ લીક થતો હોય ત્યારે પણ આવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે આ સિવાય અમુક લોકોને ખૂબ જ ગરમ પાણી થી નાહવાનો આગળ રાખતા હોય છે એ સમય દરમિયાન વરાળ ઉત્પન્ન થતી હોય છે ત્યારે પણ જ્યારે બાથરૂમમાં વેન્ટિલેશન પ્રોપર ના હોય તે સમયે પણ ભોગરામણ ના કારણે પણ મૃત્યુ થતું હોય છે