Hun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી
Hun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી
વર્ષ 2024ને અનેક વિવાદ સાથે વિદાય આપવા જઈ રહ્યા છે...આ વર્ષમાં કેટલાક હીરો રહ્યા અને કેટલાક ખલનાયક રહ્યા...આવા જ ખલનાયક એટલે કે મહાઠગોએ લોભિયાઓની તિજોરી ખાલી કરી નાખી....છેલ્લા 2 મહિનામાં ચર્ચામાં રહેલા આ 4 મહાઠગ જુઓ...આ મહાઠગ પકડાયા નથી...પકડાયા છે તો માત્ર તેના ફોલ્ડરીયા...
બનાસકાંઠાનો સુપરઠગ નિરંજન શ્રીમાળી....કે જેણે અસંખ્ય લોકોને ઠગવા માટે નાઉ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી હતી...4 ડિસેમ્બરે મહાઠગ સામે ફરિયાદ નોંધાઈ હતી...હજુ સુધી આ મહાશય પકડાયો નથી...આ મહાઠગ 200 દિવસ એટલે કે 6 મહિનામાં એકના ડબલ કરવાની વાતો કરી રૂપિયા ઉઘરાવતો...આવી ડબલની સ્કીમમાં કેટલાય લોભિયાઓ લોભાઈ ગયા...કેટલાકને પૈસા મળ્યા ને કેટલાક વિવાદ પણ થયો...આ ઠગ એસટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો...ભૂતકાળમાં ડ્રો સિસ્ટમ ચલાવતો હતો.....દોઢ વર્ષ સુધી સ્કીમ ચાલે...વચ્ચે વચ્ચે ડ્રો થાય તેમાં ઈનામ લાગે... જો દોઢ વર્ષના અંતે ડ્રોમાં ઈનામ ના લાગે તો કોઈ વસ્તુ લેવાની અથવા રૂપિયા લેવાના... ઉદાહરણ તરીકે 18 મહિના સુધી 1-1 હજાર રૂપિયા ભર્યા હોય અને ડ્રોમાં ઈનામ ના લાગે તો છેલ્લે 20 હજાર રૂપિયા મળે અથવા કોઈ વસ્તુ મળે...આ ઠગે ત્યાંથી ઠગવાનું શરૂ કર્યું...બાદમાં ઠગવા માટે આ કંપની ખોલી હતી...

વાત કરી લઈએ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની....BZ કૌભાંડમાં તેની વિરુદ્ધ કુલ 3 FIR નોંધાઈ છે... જે મુખ્ય FIR છે તેમાં 8 પૈકી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે...ફક્ત મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પકડથી બહાર છે...CID ક્રાઈમની તપાસમાં ખુલ્યું કે, 12 કંપનીમાની મુખ્ય 4 કંપનીના 16 એકાઉન્ટ છે... જેમાં 360 કરોડની રકમ મળી છે...52 કરોડ રોકડ વ્યવહારના ચોપડા મળ્યા છે...તપાસ દરમિયાન 18 પ્રોપ્રટી મળી.. જેની કિંમત 100 કરોડથી વધુ છે.. બેનામી પ્રોપર્ટીની તપાસ ચાલુ છે.. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જેટલા એકાઉન્ટ છે... તે સીઝ કરાયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના લોકેશનની તપાસ ચાલી રહી છે... ભારતમાં જ્યાં-જ્યાં છૂપાયાની માહિતી મળે છે.. ત્યાં CID ક્રાઈમ પહોંચી રહી છે..વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ અગાઉ જ જાહેર કરાઈ છે... મહાઠગના કૌભાંડમાં રાજ્યના 8 જિલ્લાના 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે....
મુખ્ય એજન્ટ મયુર દરજીએ BZ ગ્રુપમાં અઢી કરોડનું રોકાણ કર્યું હતું...ઠગ કંપની એજન્ટોને 5થી 25 ટકા સુધી કમિશન આપતી હતી....5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું....વર્ષ 2016થી કંપની ખોલાઈ હતી...2020માં રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઓફિસો ખોલી લોકોને લોભવાની જાળ બિછાવી હતી....આજે ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનના કેંપસ ડાયરેક્ટર અને CA ઋષિત મહેતાને પૂછપરછ માટે સીઆઇડી ક્રાઈમ લઈ જવાયા છે....સીઆઇડી ક્રાઈમ એક બાદ એક કડી મેળવવા પૂછપરછ કરી રહી છે....
હાલ ભૂપેન્દ્ર ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી...જેને હાઈકોર્ટે ફગાવી છે....તેણે આગોતરા જામીન અરજીમાં ખોટી FIR કરી હોવાની રજૂઆત કરી હતી...ભૂપેન્દ્રસિંહ તરફથી એવી પણ રજૂઆત કરાઈ હતી કે, મારા ખાતા ડીફ્રીઝ કરો, એક પણ રોકાણકારાના રૂપિયા નહીં ડૂબે.. મારા ખાતામાં રહેલા પૈસા અંગત હેતુ માટે નહીં વપરાય.. તમામ ઈન્વેસ્ટર્સને દર મહિનાના પ્રથમ સપ્તાહમાં રિટર્ન કરવામાં આવતા હતા....માત્ર શંકાના આધારે ન્યાયિક પ્રક્રિયાનો દૂરપયોગ થઈ રહી હોવાનો પણ આ મહાઠગે આરોપ લગાવ્યો છે....
અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન ગ્રુપની છેતરપિંડી કેસમાં બિલ્ડર જયેશ કોટકની ધરપકડ થઈ છે....રોકાણકારોની ફરિયાદના આધારે બિલ્ડર જયેશ કોટકની ધરપકડ કરવામાં આવી....200થી વધુ રોકાણકારો સાથે 50 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ જયેશ કોટક પર લાગ્યો છે...તો બીજી તરફ આ મુદ્દે જમીનના માલિકો પણ મીડિયા સામે આવ્યા...જમીન માલિકોએ પણ બિલ્ડરની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો આરોપ લગાવ્યો.....ઘુમામાં 22 માળની સ્કીમના નામે બિલ્ડર જયદીપ કોટક સહિત અન્ય આરોપીએ લોકો પાસે કરોડો રૂપિયા પડાવ્યા હતા....જમીન માલિક રામભાઈ પટેલ અને તેમના પુત્ર સંકેત પટેલે પત્રકાર પરિષદ યોજી પોતે પણ બિલ્ડરની ઠગાઈનો ભોગ બન્યા હોવાની વાત કરી....જમીન માલિક સંકેત પટેલ અનુસાર, એપ્રિલ મહિનામાં બ્રોકર મારફતે જમીન વેચવા માટે મુક્કી હતી...આરોપી જયદીપ અને હિરેને 21 લાખનું ટોકન આપી જમીનનો કબજો લીધો હતો....પરંતુ રેરાની મંજૂરી વગર જ બંનેએ ફ્લેટનું વેચાણ શરૂ કરી દીધું....જેને લઈને બોપલ પોલીસને જાણ કરવામાં આવી....