શોધખોળ કરો

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Bhupendra Jhala Arrested: CID ક્રાઇમે મહેસાણામાંથી કરી ધરપકડ, પોંઝી સ્કીમ દ્વારા આચર્યું હતું કૌભાંડ.

BZ scam Bhupendra Jhala Arrested: BZ પોંઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઇમે મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા પર લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાનો આરોપ છે, અને તેની ધરપકડથી આ કેસમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.

ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. આખરે CID ક્રાઇમને તેને મહેસાણામાંથી પકડવામાં સફળતા મળી છે. આ ધરપકડથી BZ પોંઝી સ્કીમના ભોગ બનેલા લોકોને ન્યાયની આશા જાગી છે. પોલીસ હવે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરીને આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય તથ્યો અને લોકો વિશે માહિતી મેળવશે.

આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે, આ પહેલા ભૂપેંદ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે. કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છેઅને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઈલ કરશે.

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવા રોકાણકારોને મેસેજ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પીડિતોને પોલીસ ફરિયાદ ન કરવા મેસેજ કરનાર તત્વો સામે મદદગારી બદલ કાર્યવાહી કરાશે. પોલીસ પાસે જશો તો પૈસા નહી મળે તેવી ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટો સોશલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કર્યાનું સીઆઈડી ક્રાઈમે ચેતવણી આપી છે. CID ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી છે. જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. CID ક્રાઈમે રોકાણકારોને અપીલ કરી છે કે, તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહની માહિતી આપે.

એબીપી અસ્મિતાએ એસટીના કલાર્ક નિરંજન શ્રીમાળીનો પર્દાફાશ કર્યો હતો. મહાઠગ ભૂપેન્દ્ર તો ત્રણ વર્ષમાં ડબલની લાલચ આપતો હતો. જ્યારે મહાઠગ નિરંજન શ્રીમાળી તો માત્ર 200 દિવસમાં લોકોને ડબલની લાલચ આપી છેતર્યા હતાં. હવે એબીપી અસ્મિતાએ મહાઠગ નિરંજનનો પર્દાફાશ કરતા જ પોલીસે ફરિયાદ નોંધી છે.  સરકાર વતીથી પોલીસ ઈન્સ્પેક્ટર પાલભાઈ ભરવાડ ફરિયાદી બન્યા છે અને 39 લાખ 18 હજાર 500 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. નોંધનીય છે કે નિરંજને પણ કરોડો રૂપિયાની ઠગી કરી છે. નિરંજને પ્રથમ ડ્રો સિસ્ટમ શરૂ કરી હતી. જેમાં લોકોને લૂંટવાની માસ્ટરી કેળવી હતી. ત્યારબાદ સીધા જ લોકોને ડબલની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા વસૂલી લીધા હતા.

આ પણ વાંચો....

મનમોહન સિંહને કેટલું પેન્શન મળતું હતું, હવે તેમના પરિવારમાં કોને કેટલો લાભ મળશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget