Diwali 2024: દિવાળીની સફાઇમાં આ ચીજવસ્તુઓ મળે તો માનવામાં આવે છે ખૂબ શુભ, દૂર થઇ જશે પૈસાની તંગી
Diwali 2024: વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દિવાળીની સ્વચ્છતા સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવામાં આવી છે
Diwali 2024: હાલમાં દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ઘણીવાર લોકો દિવાળીના ઘણા દિવસો પહેલા ઘરની સફાઈ શરૂ કરી દે છે અને પછી સજાવટ કરવામાં આવે છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબર અથવા 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. જોકે, આ વખતે દિવાળીની તારીખને લઈને મૂંઝવણ છે.
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દિવાળીની સ્વચ્છતા સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવામાં આવી છે. આ પ્રમાણે જો દિવાળીની સફાઈ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓ મળી આવે તો તેને શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ મળવાથી સંકેત મળે છે કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને તમને ભવિષ્યમાં ઘણું ધન પ્રાપ્ત થવાનું છે.
આ વસ્તુઓ મળવી શુભ છે
પૈસા શોધવા - ઘણી વખત આપણે કપડાના ખિસ્સા કે પર્સમાં પૈસા રાખવાનું ભૂલી જઈએ છીએ. જો તમને દિવાળીની સફાઈ દરમિયાન આવા પૈસા મળી આવે તો તે તમારા પર દેવી લક્ષ્મીની કૃપાનો સંકેત છે. તેનાથી જલ્દી જ ઘરમાં પૈસા આવશે.
શંખ અથવા કોડી - જો તમને દિવાળીની સફાઈ દરમિયાન શંખ અથવા કોડી મળી આવે તો તે એક અદ્ભુત શુભ સંકેત છે. જો તમને કોડી મળશે તો તમને અપાર સંપત્તિ અને સમૃદ્ધિની સાથે પદ અને પ્રતિષ્ઠા પણ મળશે.
મોરનું પીંછું – દિવાળીની સફાઈ દરમિયાન મોરનું પીંછું મળવું ખૂબ જ શુભ છે. આ જીવનની સમસ્યાઓ દૂર થવાની નિશાની છે. તમને આર્થિક લાભ પણ થશે અને તમારા જીવનમાં મધુરતા આવશે.
ચોખા (અક્ષત) - ચોખા શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત છે, જે સંપત્તિ અને વૈભવ આપે છે, હિન્દુ ધર્મમાં, અક્ષત વિના પૂજા પૂર્ણ થતી નથી. દિવાળીની સફાઈ દરમિયાન કોઇ ડબ્બામાં ચોખા મળે તો એ સૌભાગ્ય અને સંપત્તિના આગમનની નિશાની છે.
લાલ રંગનું કપડું - ધનની દેવી લક્ષ્મીની પૂજામાં લાલ રંગનું કપડાને શુભ માનવામાં આવે છે, કારણ કે લાલ રંગ દેવી લક્ષ્મીને પ્રિય છે. દિવાળીની સફાઈ દરમિયાન લાલ કપડું કે લાલ ચૂંદડી મળી એ સૂચવે છે કે તમને ભવિષ્યમાં લાભ થશે.