Dress Code in Temple: આ જાણીતા મહાદેવ મંદિરમાં ભક્તો માટે લાગુ થયો ડ્રેસ કોડ, જાણો વિગત
Dress Code in Temple: મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે.
Dress Code in Temple: તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
મંદિર પ્રશાસને શું કહ્યું ?
ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડા પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે.
Uttar Pradesh | Hapur's Mukteshwar Mahadev Temple has introduced a dress code for devotees, asking them to refrain from wearing ripped jeans, shorts, frocks, night suits and mini skirts.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 8, 2023
"We would appeal to devotees to wear proper clothes as it is a religious place," says a… pic.twitter.com/sCGLrDrgdb
મંદિરની બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા
મંદિરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે, મંદિર દર્શનનું સ્થળ છે, પ્રદર્શનનું નહીં. શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે આવતા તમામ ભક્તોને વિનંતિ છે કે માત્ર સાધારણ કપડાં પહેરીને જ મંદિરમાં પધારો. ટૂંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બર્મુડા, મીની ટોપ, મીની સ્કર્ટ, નાઈટ સૂટ અને ફાટેલા જીન્સ વગેરે પહેરવા નહીં. બહારથી નોટિસ જોઈને સહકાર આપો. પહેલા પણ ઘણા મંદિરોમાં ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. ઘણા લોકો કહે છે કે આવા કપડાં પહેરવાથી અન્ય ભક્તોનું ધ્યાન ભટકાય છે.
Join Our Official Telegram Channel: