શોધખોળ કરો

Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનું મુહૂર્ત અને વિધિ વિધાન

Ganesh Chaturthi 2023: આજથી 10 દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે

Ganesh Chaturthi 2023: આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 10 દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. 10 દિવસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં ઠેક- ઠેકાણે ગણપતિ દાદાનું સ્થાપન કરાશે. આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.

 ગણેશજીની સ્થાપના માટેનું શુભ મૂહૂર્ત 

હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ છે અને 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:43 વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ છે. ગણેશજીને સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 11ઃ05 થી બપોરે 1ઃ42 મિનિટ સુધી છે. સત્યયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે થયું હતું. જે કાર્યના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે. 

આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે.  બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ છે.

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાપ્પાના આગમન માટે ઘરના મંદિરની સફાઈ કરો અને ઘરને શણગારો. ઉત્તર-પૂર્વ ખૂણામાં લાકડાની ચોકી લગાવો અને પોસ્ટ પર લાલ કે પીળા રંગનું કપડાનું આસન આપો. ગણપતિની મૂર્તિને યોગ્ય સમયે ઘરે લાવો અને તેને બાજોટ પર  મુકો. આ પછી તેમને સિંદૂર, ફૂલની માળા, ધૂપ, દીવો, અક્ષત, પાન, લાડુ, મોદક, દુર્વા વગેરે અર્પણ કરો. આ પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની નિયમિત પૂજા કરો. ઘર પર ગણેશ સ્થાપના આપ એક દિવસ, 3 કે પાંચ અથવા 7 કે 11 દિવસ સુધી શકો છો. બાદ વિસર્જન કરી શકાય છે.                                                                             

ભગવાન ગણેશને દુઃખહર્તા, શુભ અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, ગણપતિ તે ઘરની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધોને પોતાની સાથે લઈ જાય છે. આવા ઘરમાં બધું જ શુભ જ થાય  છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget