શોધખોળ કરો

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

Bangladesh Violence: બાંગ્લાદેશમાં જુલાઈમાં થયેલા બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીનું સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું. મુહમ્મદ યુનુસે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.

Bangladesh Violence: 19 ડિસેમ્બરે વિદ્યાર્થી બળવાખોર નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે.. ઢાકામાં જાહેર આક્રોશ વચ્ચે, ઘણા વિરોધીઓએ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબારો અને અખબારોના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી. યુનુસે હાદીના હત્યારાઓને ઝડપી લેવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું અને રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો હતો.

બાંગ્લાદેશમાં જુલાઈ બળવાના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે રાત્રે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, છ દિવસ સુધી તેઓ જિંદગી અને મૃત્યુ વચ્ચેની લડત લડી રહ્યાં હતા. આખરે જિંદગી હારી ગઇ. ગત અઠવાડિયે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાષ્ટ્રને સંબોધતા, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, "આજે હું તમારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. જુલાઈ બળવાના નિર્ભય યોદ્ધા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદી હવે આપણી વચ્ચે નથી."

શુક્રવારની નમાજ પછી  ગોળીબાર

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ઇન્કલાબ મંચના કાર્યકર્તા મોહમ્મદ રફી (જે હાદીની પાછળ બીજી રિક્ષામાં સવાર હતા) એમને જણાવ્યું કે, શુક્રવારની નમાજ પછી (12 ડિસેમ્બર) તેઓ બપોરના ભોજન માટે હાઇકોર્ટ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. વિજયનગર પહોંચ્યા પછી, સ્કૂટર  પર આવેલા બે માણસોએ હાદી પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા. 

આરોપીઓને ટૂંક સમયમાં  ઝડપી લેવામાં આવશે: મોહમ્મદ યુનુસે
હાદીના મૃત્યુ પર રાષ્ટ્રને સંબોધતા, મોહમ્મદ યુનુસે કહ્યું, "ઉસ્માન હાદીનું મૃત્યુ દેશના રાજકીય અને લોકશાહી જીવન માટે એક મોટું નુકસાન છે. સરકાર શહીદ ઉસ્માન હાદીની પત્ની અને તેમના એકમાત્ર બાળકની જવાબદારી લેશે. હાદીની હત્યામાં સામેલ તમામ લોકોને ટૂંક સમયમાં ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને કડક સજા આપવામાં આવશે. આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં."

દેશના સૌથી મોટા અખબારની ઓફિસમાં તોડફોડ
જુલાઈના બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પર વ્યાપક આક્રોશ વચ્ચે, વિરોધીઓએ દેશના સૌથી મોટા અખબાર, ડેઇલી પ્રોથોમ આલોના કાર્યાલયમાં તોડફોડ કરી. ઢાકામાં ડેઇલી સ્ટાર અખબારની ઇમારત પર પણ હુમલો કરવામાં આવ્યો.

હાદીને એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યો
ઉસ્માન હાદીને 15 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશથી સિંગાપોર જનરલ હોસ્પિટલ (SGH) ના ન્યુરોસર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તાત્કાલિક તબીબી સારવાર માટે એરલિફ્ટ કરીને લઈ જવામાં આવ્યા હતા. તો. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં માથામાં ગોળી વાગ્યાના થોડા દિવસ પછી તેને એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યો હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
Advertisement

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget