Holi 2023: હોળીમાં રંગોથી રમતી વખતે શું કરશો અને શું નહીં ?
Holi 2023: હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ.
Holi 2023: હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખવાથી મોટી દુર્ઘટના ને ટાળી શકાય છે. હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.
શું કરવું”
- સનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
- કોઈપણ કટોકટીના કિસ્સામાં - ૧૦૮ પર કૉલ કરો (મેડિકલ / પોલીસ / ફાયર).
- સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો
- હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો
- હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખીએ જેથી રંગો આંખો કે મો માં ના જાય.
- હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો, ગુબ્બારા કે રંગો ના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો, હેલ્મેટ પહેરો.
- મુસાફરી કરતી વખતે, તમારી પાસે AC કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.
- જો તમે શેરીઓમાં નીકળો તો ટોળાના ઉન્માદિત જૂથ સાથે રહેશો નહીં. બહેતર છે કે તમે સુરક્ષિત અંતરે રહો.
શું ના કરવું
- અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી
- ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં
- તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો. ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારેય આંખ આડા કાન ન કરો.
- ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં
- હોળી ના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું, કારણકે અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે
- હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી
- ભીનાશ વાળી અને લપસણી જગ્યા એ ચાલવાનું ટાળવું
- ભીના હાથે વિધ્યુત ઉપકરણો નો ઉપયોગ કરવાનું ટાળવું
હોળીમાં આ ખાસ વસ્તુઓનું દાન કરવાથી થશે ફાયદો
હિંદુ પૂજામાં હોલિકા દહનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય વ્યક્તિને ધનવાન બનાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 7 માર્ચે હોલિકા દહન અને 8મી માર્ચે ધૂળેટી છે. હિંદૂ ધર્મમાં દાન-ધર્મનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાથી માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવાથી ધન અને સમૃદ્ધિ અને માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જાણો હોળીના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ ધનવાન બને છે.
રાશિ અનુસાર આ વસ્તુઓનું દાન
મેષ રાશિ- મેષ રાશિના જાતકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં અને પૈસા દાન કરવા જોઈએ. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવાથી લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ- આ રાશિના લોકો હોળીના દિવસે અન્નનું દાન કરી શકે છે. આ દિવસે ચમકતા રંગના વસ્ત્રોનું દાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
મિથુન રાશિ- આ દિવસે લીલા વસ્ત્રોનું દાન કરવાથી ખાસ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે મગની દાળનું દાન પણ વિશેષ લાભદાયક સાબિત થશે.
કર્ક રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના લોકોએ પોતાની ક્ષમતા અનુસાર ચોખામાં મગ ભેળવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેનાથી ખાસ ફાયદો થશે.
સિંહ રાશિ - હોળીના દિવસે આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ. સાથે જ આ દિવસે ટોર્ચ, મીણબત્તી જેવી વસ્તુઓનું દાન કરવાથી પણ ખાસ લાભ થશે.
કન્યા રાશિ - આ રાશિના લોકોએ આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ. આ સાથે જ કોઈ ઘરની નજીકના મંદિરમાં કપાસનું દાન કરવું શુભ રહેશે.
તુલા રાશિ- હોળીના દિવસે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કોઈપણ મંદિર અથવા જરૂરિયાતમંદને ખાંડ, ધાણા અથવા મિસરીનું દાન કરો. તેનાથી વ્યક્તિને ધન અને અનાજની પ્રાપ્તિ થશે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિવાળા લોકો આ દિવસે દાળ અથવા લાલ રંગના કપડાનું દાન કરી શકે છે. તેનાથી ગ્રહોને શાંતિ મળશે.
ધન રાશિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચણાની દાળ અને પીળા કપડાનું દાન કરો. આ સમય દરમિયાન વ્યક્તિ પૈસા પણ દાન કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)