Patan Theft Case: પાટણમાં 6.83 લાખના દાગીનાની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો
પાટણથી મંગળવારના દિવસે અંજાર સાસરે જતી પરિણીતાની બેગમાંથી રૂપિયા 6.83 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ. બસમાં મુસાફરી કરતી મહિલાને બેગની સ્થિતિ પર શંકા જતા તાત્કાલિક તપાસ કરી ઘરેણાં ગાયબ હોવાથી તાત્કાલિક પાટણ બી ડિવીઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી. પોલીસે બસ સ્ટેશન તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં દાગીના ચોરતી મહિલા ગેંગ કેદ થઈ. પોલીસની તપાસમાં ખુલાસો થયો કે બે મહિલા અન્ય બસમાં બેસી પહેલા મોઢેરા અને ત્યાંથી મહેસાણા પહોંચી. એટલે ક્રાઈમબ્રાંચે અલગ- અલગ સ્થળના સીસીટીવી કબ્જે કર્યા.. જ્યાંથી ચોરી કરતી બે પૈકી એક મહિલાનો પતિ રિક્ષા લઈ તેડવા આવ્યો અને ઘરે ચાલ્યા ગયા પણ મહિલા ચોરને ખબર નથી કે પોલીસ પાછળ જ આવી રહી છે. પોલીસે તેને ઘરથી જ દબોચી લઈ દાગીના કબ્જે લીધા. પકડાયેલી લક્ષ્મીબેન દેવીપૂજક અને ભારતી ઉર્ફે હંસા દંતાની તથા કલ્યાણ દેવીપૂજકના કબ્જામાંથી અન્ય દેશની ચલણી નોટો પણ મળી આવી. ત્યારે પોલીસને આશંકા છે કે આ મહિલા ચોર ગેંગે કોઈ વિદેશી પ્રવાસી પાસેથી પણ ચોરી કરી.. પાટણ ક્રાઈમબ્રાંચે બંને મહિલાને દબોચી જેલહવાલે કરી દીધી છે.
















