Rasoi Tips: જમવાનું બનાવતા સમયે મહિલાઓ આટલી બાબતનું રાખે ખાસ ધ્યાન, ઘરમાં આવશે બરકત
વાસ્તુ અને જ્યોતિષમાં આ વાતોને મહત્ત્વની માનવામાં આવી છે, કેમકે નાની નાની વસ્તુઓ તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
Kitchen Hacks: આપણાં શાસ્ત્રો- પુરાણોમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહિલાઓને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. મહિલાઓના કારણે ઘરમાં સૌભાગ્ય અને દુર્ભાગ્યનું આગમન થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે મહિલાઓ જો રોજિંદા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે અને પરિવારના દરેક સભ્યો માટે તે ફાયદાકારક રહેશે.
તેના પતિની કમાણીમાં પણ બરકત આવશે
વાસ્તુ અને જ્યોતિષમાં આ વાતોને મહત્ત્વની માનવામાં આવી છે, કેમકે નાની નાની વસ્તુઓ તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. મહિલાઓએ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
રસોડામાં જતાં પહેલા સ્નાન અવશ્ય કરો
હંમેશા ધ્યાન રાખો કે રસોડામાં જતાં પહેલા સ્નાન અવશ્ય કરો. સ્નાન કર્યા બાદ જ રસોઈ બનાવવી જોઈએ. સ્નાન કર્યા વગર જમવાનુ બનાવવાનું શુભ માનવામાં આવતુ નથી. આમ કરવાથી અગ્નિ દેવનું અપમાન થાય છે. સ્નાન કર્યા બાદ ભોજન બનાવવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં બધુ મંગળ રહે છે.
ભોજન બનાવતા પહેલા અવશ્ય કરો આ કામ
ભોજન બનાવ્યા બાદ પહેલા અગ્નિદેવને અર્પણ કરો. પહેલો દાણો અગ્નિદેવને બીજી રોટી ગાયને અને છેલ્લી રોટલી કુતરાને ખવડાવો. પ્રકૃતિનો નિયમ છે તમે જેટલુ આપશો એટલુ બેવડુ કરીને તમને પાછુ આપશે. અગ્નિહોત્ર કર્મ કરવાથી અન્ન અને ધાનમાં બરકત રહે છે અને દરિદ્રતા દુર થાય છે.
ભોજન બનાવતી વખતે આ કામ ન કરો
ભોજન બનાવતી વખતે ક્રોધ કરવાથી બચવુ જોઇએ. આવેશમાં આવીને કંઇ પણ ન બોલવુ. ભોજન બનાવતી વખતે મન શાંત રાખવુ અને સંયમિત રહેવુ જોઇએ. આમ કરવાથી અન્ન દેવનું સન્માન જળવાય છે. માં અન્નપુર્ણાની કૃપા થાય છે. જમવાનુ બનાવતી વખતે ખુશ રહેવુ જોઇએ અને ભગવાનનું નામ લેવુ જોઇએ. જમવાનુ બનાવતી વખતે રડવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિનો નાશ થાય છે.
રસોડામાં ન રાખો એંઠા વાસણ
ભોજન બનાવ્યા બાદ કીચનમાં એંઠા વાસણો ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયુ છે કે દિવસ હોય કે રાત જમવાનું બનાવ્યા બાદ એંઠા વાસણો ધોઇને રાખી દેવા જોઇએ. ઘણા લોકો રાતે એંઠા વાસણ રાખી દે છે. આમ કરવાથી ગ્રહ-નક્ષત્રનો અશુભ પ્રભાવ પડે છે. આ આદત સુખ-સમૃદ્ધિમાં બાધારૂપ છે.
ભોજન બનાવતા પહેલા અને પછી પ્લેટફોર્મ સાફ કરો
ભોજન બનાવતા પહેલા ગેસને સારી રીતે સાફ કરો. ભોજન બનાવ્યા બાદ પણ સારી રીતે સાફ કરી લો. સ્વચ્છ પ્લેટફોર્મ રાખીને જ રસોઇ બનાવો. ગેસ ચાલુ કર્યા બાદ અગ્નિ દેવનું ધ્યાન ધરો. તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.