શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ લીલીયાના સરપંચ જીવન વોરાને કર્યા સસ્પેન્ડ.. ફરજોમાં વારંવાર કસૂરવાર ઠરતા અને હોદ્દાનો દુરૂપયોગ કરવા બદલ સરપંચ જીવન વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા..તેમની પણ આરોપ છે કે, ડીડીઓએ જાહેર કરેલા આદેશ મુજબ પીપાવાવ લીપ એગ્રી લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડને પંચાયતની મંજૂરી વગર બાંધકામ રજા ચિઠ્ઠી આપવી....ચિત્રા પબ્લિસીટી પાસેથી નિયમિત ભાડુ વસુલવામાં નિષ્ફળતા....પુરતુ ભંડોળ હોવા છતા બિનસરકારી નાણાનો ગેરકાયદે ઉપયોગ કરી કર્મચારીઓના પગાર ચુકવવા...અને ભૂગર્ભ ગટરના કારણે ગંદકી સહિતના મુદ્દે સરપંચ પોતાની ફરજો નિભાવવામાં કસૂરવાર ઠર્યા..
-----------------
દાહોદ જિલ્લાના ઢઢેલા ઇટાવાના તલાટી પાંચ હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા....RCC રોડ અને સામુહિક શૌચાલયના કામોના બિલ મંજુર કરવા કોન્ટ્રકટર પાસે ત્રીસ હજારની લાંચ માંગ્યાનો આરોપ છે....વર્ષ 2024માં આર સી સી રોડ અને સામુહિક શૌચાલયના કામોને અપાઈ હતી વહીવટી મંજૂરી...કામ પૂરું  થવા છતાં બિલો મંજુર થતા ન હતા...જેની બિલ મંજૂરી સહિતની તમામ કાર્યવાહી પૂરી કરવા તલાટી અભિનંદન પરમારે લાંચ માગી....અને લાંચ સ્વીકારતા તેઓ ઝડપાઈ ગયા...
------------------
ધોરાજી તાલુકાના ફરેણી ગામે વર્ષ 2010ના મનરેગામાં ભ્રષ્ટાચારના કેસમાં 4 લોકો સામે નોંધાયો ગુનો...જેમાં ફરેણી ગામના તત્કાલિન સરપંચ સવિતા રાબડીયા, 
તલાટી મંત્રી એમ.વી વેકરિયા, રોહિત સરધારા અને જગદીશ રાબડીયા સામે ગુનો નોંધાયો...આ તમામે વર્ષ 2010માં અંદરોઅંદર મેળ મિલાપ કરી મનરેગા યોજનાના શ્રમિકોની એકથી વધારે કામમાં હાજરી પૂરી જમા નાણા ઉપાડી લઈ ગેરરીતિ આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે....

બાઈટ
આર આર ઠુંમ્મર, તાલુકા વિકાસ અધિકારી
----------------
14 ડિસેમ્બરે માંગરોળના લિંડિયાત ગામના સરપંચ વિરલ વસાવાને LCBએ ઝડપી પાડ્યો....સરપંચ વિરલ વસાવા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂબંધીના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ હતો....જોકે, તેનો ગુનાહિત ઇતિહાસ માત્ર એક ગુના પૂરતો સીમિત નથી....પોલીસ ચોપડે નોંધાયેલા રેકોર્ડ મુજબ, તેના વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે....આ સરપંચ વિરૂદ્ધ ખાસ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કોસંબા, વાપી અને બારડોલી રૂરલ જેવા વિસ્તારોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે....એટલું જ નહીં, વર્ષ 2023માં પાસાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી....દારૂના ગુના ઉપરાંત તેની સામે મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે...
----------------
7 ડિસેમ્બરે ઉપલેટાના મોટી પાનેલીમાં ઉપસરંપચ સહિત ગ્રામ પંચાયતના સાત સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દીધા...અને આરોપ લગાવ્યો કે, ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલે છે...મહિલા સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર નથી રહેતા અને તેમના પતિ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો.. છેલ્લા છ મહિનાથી સ્વચ્છતાના અભાવને લઈને અનેકવાર રજૂઆત કર્યા છતા સરપંચ ધ્યાન ન આપતા હોવાનો પણ ઉપસરપંચે આરોપ લગાવ્યો.. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એક લાખ 20 હજારનો પગાર અપાયા છતા કામ ન થતુ હોવાનો પણ સરપંચ ઉપર આરોપ લાગ્યા...તો બીજી તરફ ઉપસરપંચના આરોપોને મહિલા સરપંચના પતિએ ફગાવ્યા.. મહિલા સરપંચના પતિએ ચારથી પાંચ કરોડના કામ કર્યા હોવાનો દાવો કર્યો.. સાથે જ કહ્યુ કે સરપંચ અભણ હોવાથી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે...

----------------
દાહોદ બચુ ખાબડ મનરેગા કૌભાંડ

દાહોદમાં ધનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ અંદાજિત 71 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે...જેમાં 2021-2025 દરમિયાન કામ કર્યા વગર જ બિલો મંજૂર કરી નાણાં ઉપાડી લેવાયા હતા....આ કૌભાંડમાં પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ અને બળવંત તેમજ ટીડીઓ અને 35 એજન્સીઓ સામેલ હોવાનું જણાયું છે...આશંકા છે આમાં અનેક સરપંચની સંડોવણી પણ હોઈ શકે....
=============
સરપંચની પોઝિટીવ સ્ટોરી 

મિતિયાજના સરપંચ બન્યા મિસાલ 

કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ... અહીંના યુવા સરપંચ સુરપાલભાઈ બારડે મહત્વનો નિર્ણય લીધો...કે ગ્રામ પંચાયત કચેરી કાર્યરત રહેશે રાત્રીના સાડા આઠ વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી.... સુરપાલ બારડે ચાર્જ સંભાળતા જ જોયું કે ગામમાં મોટાભાગે ખેતમજૂરી કરતો શ્રમિક વર્ગ વસવાટ કરે છે... આ નાગરિકો વહેલી સવારે ખેતમજૂરીએ જાય અને સાંજના પરત ફરે ત્યારે પંચાયત કચેરી બંધ થઈ જાય... પંચાયત સંબંધિત કોઈ કામ હોય તો મજૂરી કામે રજા રાખવી પડે છે... ત્યારે નિર્ણય કર્યો કે હવે શ્રમિક પંચાયતના કામ માટે એક પણ દિવસ રજા નહીં રાખે.... શ્રમિક વર્ગ કામથી પરત ફર્યા બાદ પંચાયત કચેરી આવી વિધવા સહાય, વૃદ્ધા પેન્શન, આરોગ્યલક્ષી યોજના, વહાલી દીકરી યોજના, આધારકાર્ડ, રાશનકાર્ડ અને ચૂંટણીકાર્ડ જેવી સેવાઓનો લાભ લઈ શકશે... 
-----------------
ગલોડિયાના સરપંચનો નિર્ણય 

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું ગલોડિયા ગામ અહીંના પંચાયતમાંથી અન્ય ગામોએ પ્રેરણા લેવાની જરૂર છે... ગલોડિયા ગામની પંચાયતે વન સંવર્ધન થકી આવકનો સ્ત્રોત ઉભો કર્યો... પંચાયતે અને વન વિભાગે સંયુક્ત રીતે ગામની ગૌચરની જમીન પર નિલીગીરીના વૃક્ષોનું વાવેતર કર્યું.... આ નીલગીરીના વૃક્ષો વનીકરણને તો પ્રોત્સાહન આપી જ રહ્યા છે.. સાથોસાથ પંચાયત અને વન વિભાગ માટે આવકનો સ્ત્રોત પણ ઉભો કર્યો... આ નિલગીરીના વૃક્ષોમાંથી મળતા મૂલ્યવાન લાકડાનો ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે ત્યારે આ વૃક્ષોના લાકડાનું વેચાણ કરી જે આવક થાય તેમાં 75 ટકા આવક પંચાયત મેળવે છે અને 25 ટકા રકમ વનવિભાગને મળે છે....સરપંચના મતે એક એકર જમીનમાં નીલગીરીના વૃક્ષોથી અંદાજિત ત્રણથી પાંચ લાખ રૂપિયાની આવક થાય છે.... 
=============
ત્રણ જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોના અભિવાદન સમારોહમાં શું કહ્યું હતું તે સાંભળી લઈએ...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget