(Source: ECI/ABP News/ABP Majha)
Kaalsarp Dosh: કુંડલીમાં કાળસર્પ દોષ છે? સોમવારે આ વિધિ વિધાન કરી મેળવી શકો છો મુક્તિ
સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની વિધિવત પૂજા કરવાથી કાળસર્પ દોષથી મુક્તિ મળે છે. આ દોષના કારણે આવનાર પરેશાનીથી મુક્તિ મળે છે.
કાળ સર્પ દોષ: પંચાગ અનુસાર 15 માર્ચે ફાગણ માસની શુક્લપક્ષની બીજ છે. આ દિવસે ચંદ્રમા મીન રાશિમાં રહેશે તેમજ નક્ષત્ર રેવતી રહેશે. સોમવારે અભિજિત મુહુર્તમાં શિવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડલીમાં કાળસર્પ દોષ છે તે આજના દિવસે વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકે છે.
શું હોય છે કાળ સર્પ યોગ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાળ સર્પ યોગને અશુભ માનવામાં આવે છે. જ્યારે રાહુ અને કેતુની મધ્યમાં બધા જ ગ્રહો આવે છે ત્યારે કુંડલીમાં કાળ સર્પ યોગ સર્જાય છે.
કાળ સર્પ યોગથી શું નુકસાન થાય છે?
જે વ્યક્તિની કુંડલીમાં કાળ સર્પ યોગ હોય છે. તેમને દરેક નાની માોટી વસ્તુ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. સરળતાથી કંઇ જ નથી મળતું. તેમના દરેક કાર્યમાં વિઘ્નો આવે છે. જોબ, બિઝનેસમાં પણ મોટા ચઢાવ ઉતારનો સામનો કરવો પડે છે. માનસિક તણાવની સ્થિતિ હંમેશા યથાવત રહે છે.
કાળ સર્પ યોગના ફાયદા શું છે?
જે વ્યક્તિમાં આ પ્રકારનો દોષ હોય છે. તેવી વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી હોય છે. તે ક્યારેય હિંમત નથી હારતી. આ પ્રકારનો યોગ અચાનક શુભ ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. કાળ સર્પ યોગના નિવારણ માટે પૂજા વિધાન કરવાથી તે શુભ ફળદાયી બને છે.
કાળ સર્પ યોગના નિવારણ માટે પૂજા
સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો. શિવ પૂજાથી કાળ સર્પ દોષ શાંત થાય છે.સોમવારે મહાદેવના દર્શન કરો, સ્નાન ઇત્યાદિ દૈનિક કાર્ય બાદ શિવ પૂજાનો આરંભ કરે. ભગવાન શિવને જલાભિષેક કરો અને ભગવાન શિવને પ્રિય પદાર્થ અર્પણ કરો. સોમવારના દિવસે ઓમ નમ: સિવાય પંચાક્ષરી મંત્રનો જાપ કરો.