શોધખોળ કરો

Dhanteras 2024 : ધનતેરસ પર કારની ખરીદી કરવા માટે જાણી લો શુભ મુહૂર્ત

ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે.

Dhanteras 2024 :  ધનતેરસનો તહેવાર દિવાળીના 2 દિવસ પહેલા કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ધનવંતરી અમૃત કળશ લઈને સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા.  આ દિવસથી દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસને લઈને એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન પછી સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે આ દિવસે સંપત્તિ વધારવા માટે સોના-ચાંદી, ઘરેણાં, વાસણો, વાહન, જમીન, મકાન વગેરે ખરીદવાની પરંપરા છે.

સામાન્ય રીતે લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે જે પણ ખરીદી કરવામાં આવે છે તેમાં 13 ગણો વધારો થાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલું વાહન સુખ અને સફળતા પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર કાર (વાહન) ખરીદવાનો શુભ સમય શું છે.

ધનતેરસ (Dhanteras 2024)પર વાહન ખરીદવાનો શુભ સમય 

વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. વાસ્તવમાં ધનતેરસનો આખો દિવસ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. પરંતુ, વાહન ખરીદવાનો શુભ સમય 29 ઓક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યાથી 30 ઓક્ટોબરના રોજ બપોરે 1:15 વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન કાર ખરીદવી શુભ રહેશે.

ચલ (સામાન્ય) – 09:18 AM થી 10:41 AM
લાભ (પ્રગતિ) - સવારે 10:41 થી બપોરે 12:05 સુધી
અમૃત (શ્રેષ્ઠ) - બપોરે 12:05 થી 01:28 સુધી
લાભ (પ્રગતિ) - સાંજે 7.15 થી 08.51 સુધી 

ધનતેરસ પર વાહન ખરીદ્યા પછી શું કરવું 

ધનતેરસના દિવસે વાહન ખરીદ્યા બાદ તેની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંદિરમાં પૂજારી અથવા ઘરમાં કોઈ મહિલા દ્વારા પૂજા કરાવો. ળવો.

ધનતેરસ પર વાહન ખરીદ્યા બાદ તેમાં મૌલી અથવા પીળા રંગનું કપડું બાંધવું જોઈએ. પીળો રંગ ભગવાન બૃહસ્પતિ સાથે સંબંધિત હોવાથી આ રંગનો ઉપયોગ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ધનતેરસ પર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદી કર્યા પછી તેના પર સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. આ સાથે જ એક શ્રીફળ પણ વધેરવું જોઈએ. આ કર્યા પછી જ કાર ચલાવો. 

Dhanteras 2024: ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુઓની ખરીદી ન કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોતPM Modi In Vadodara : મોદીએ કાફલો રોકાવી દિવ્યાંગ દીકરી પાસેથી લીધા પોટ્રેઇટ, જુઓ દીકરીએ શું કહ્યું?Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલPM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદની

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
GPSC ના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની વરણી
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
એકતરફી મુસ્લિમ છૂટાછેડા પર મહત્વનો ચુકાદો: જો પત્ની ઇનકાર કરે તો કોર્ટના આદેશથી જ છૂટાછેડા માન્ય ગણાશે
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
Stock Market Update: દિવાળી પહેલા જ શેરબજારમાં રોનક, FIIની વેચવાલી અટકી, સેન્સેક્સ 80000ને પાર
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
PM મોદીએ ટાટા એયરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું  કર્યું ઉદ્ધાટન, રતન ટાટાને લઈ કહી આ વાત 
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
'રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?
દુનિયાના સૌથી ખતરનાક દેશોની યાદી આવી ગઈ, પાકિસ્તાનનું નવું રેન્કિંગ જાણી ચોંકી જશો
દુનિયાના સૌથી ખતરનાક દેશોની યાદી આવી ગઈ, પાકિસ્તાનનું નવું રેન્કિંગ જાણી ચોંકી જશો
PM Modi Vadodara Visit:  અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
PM Modi Vadodara Visit: અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
Embed widget