શોધખોળ કરો

Ganesh Chaturthi : આ છે ચમત્કારિક ગણેશ મંદિર, સ્વયંભૂ વિઘ્નહર્તાને 40 દિવસ સિંદૂર ચઢાવવાથી, થાય છે કામનાની પૂર્તિ

થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થીના અવસરે આજે એવા ચમત્કારિક ગણેશ વિશે જાણીએ જેના પૂજન અર્ચનથી અને 40 દિવસ સિંદરૂ ચઢાવવાથી મનના મનોરથ થાય છે પરિપૂર્ણ, 

તમે ઘણા ગણેશ મંદિરોમાં ભગવાન ગણેશને ઉંદર પર સવારી કરતા જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક એવું ગણેશ મંદિર છે, જ્યાં ભગવાન ઉંદરની સવારી નથી કરતા પરંતુ ઘોડા પર સવારી કરે છે. આ જ કારણ છે કે અહીં ભગવાન ગણેશને 'કલ્કી ગણેશ' તરીકે પૂજવામાં આવે છે.

 જબલપુર શહેરમાં રતન નગરની ટેકરીઓ પર સ્થિત સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં સ્વયંભૂ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે. ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએ ખડક સ્વરૂપમાં છે. અહીં ભક્તો તેમની ઈચ્છાઓ માટે અરજી કરે છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થવા પર ભગવાન ગણેશને સિંદૂર ચઢાવવાની પરંપરા છે.

થોડા વર્ષો પહેલા રતનનગરના ડુંગરોને ગેરકાયદેસર રીતે તોડવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, એક મહિલાએ એક શિલા પર ભગવાન ગણેશના દર્શન કર્યા અને ત્યાં પૂજા કરી, જેના પછી ધીમે ધીમે આ સ્થાનની ખ્યાતિ વધી. લોકો અહીં પૂજા કરવા આવતા હતા અને તેમની મન્નત માગતા હતા. લોકોની મનોકામના પૂર્ણ થઈ અને અહીં આવતા ભક્તોની સંખ્યામાં પણ વર્ષ-વર્ષે વધારો થતો ગયો. ભક્તો તેમની ઈચ્છાઓ માટે અહીં અરજી કરે છે.

ભગવાન ગણેશનું વાહન ઉંદર છે, પરંતુ સુપતેશ્વર ગણેશ મંદિરમાં સ્થિત મૂર્તિમાં તેઓ ઘોડા પર સવાર છે. અહીં સ્થિત ભગવાન ગણેશની મૂર્તિ ખૂબ જ વિશાળ છે, એવું કહેવાય છે કે મૂર્તિ પાતળ સુધી ફેલાયેલી છે અને તેમની સૂંઠ પૃથ્વી પર ફેલાયેલી છે. સિંદિરમાં દેવતાને સિંદૂર અને ધ્વજ અર્પણ કરવાની અને વસ્ત્રો અર્પણ કરવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્તો 40 દિવસ સુધી ભગવાન ગણેશની નિયમિત પૂજા કરે છે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, બાપ્પાને સિંદૂર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

મંદિર સમિતિના સેક્રેટરી અનિલ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સુપતેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દિવાલ નથી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભૂ છે. પ્રાકૃતિક ડુંગરમાં ભગવાન જે સ્વરૂપમાં બિરાજમાન છે તે સ્વરૂપમાં ભક્તોને પૂજા કરવાનો અવસર મળે છે.

મંદિરના પૂજારી મદન તિવારી કહે છે કે ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને સાંજે મહા આરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, મંદિરમાં સિંદૂર ચઢાવવાની વિધિ ત્રણ મહિનામાં એકવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થીથી 11 દિવસ સુધી ગણેશોત્સવમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે મહા આરતી કરવામાં આવે છે,

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડુંHun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?Ambaji Accident News | અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત,  28થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Crime News: સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો
Vav bypoll 2024: વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
વાવ ચૂંટણીમાં ભાજપમાં ભડકો, લાલજી પટેલનો દાવો - 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
Vav assembly by-election 2024: અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું -
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું - "17 ધારાસભ્યો 156 ઉપર ભારે પડે છે"
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
IND vs SA 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચ, હવામાન પિચ રિપોર્ટ સહિત A to Z સુધી બધું જાણો
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
Crime News: ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટ: પૂર્વ પત્નીની હત્યા કરી પતિ પોલીસને શરણે
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
પુતિન રશિયામાં બનાવશે 'સેક્સ મંત્રાલય', શા માટે આવું મંત્રાલય બનાવવા માગે છે? જાણો તેની પાછળનું કારણ
Ambaji Banaskantha accident: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટી પર ત્રિપલ અકસ્માત, 32 ઘાયલ
IPL 2025 Mega Auction: આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી સ્ટાર્ક પર ફરી થશે રૂપિયાનો વરસાદ, આ 3 ટીમો લગાવી શકે છે મોટો દાવ
Embed widget