શોધખોળ કરો

Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ

Year Ender 2025:  ભારતે 2025માં કુલ 10 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ચાર જીતી હતી અને પાંચ હારનો સામનો કરવો પડ્યો હતો.

Year Ender 2025: ભારતે 2025માં કુલ 10 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ચાર જીતી હતી અને પાંચ હારનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં એક મેચ ડ્રો રહી હતી. આ વર્ષે ભારતે ઇંગ્લેન્ડના પ્રવાસ પર ઐતિહાસિક પ્રદર્શન કરતા શ્રેણી ડ્રો કરાવી હતી. વધુમાં તેઓએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો હતો. ચાલો આ વર્ષે ભારતના પ્રદર્શન પર તમામ શ્રેણી નજર કરીએ.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા

ભારતે વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચથી કરી હતી. નવેમ્બર-ડિસેમ્બર 2024માં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ચાર ટેસ્ટમાંથી બે હારી ગઈ હતી. સિડનીમાં રમાયેલી શ્રેણીની પાંચમી મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં ફક્ત 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા જવાબમાં ફક્ત 181 રન જ બનાવી શક્યું હતું.

ભારતને પ્રથમ ઇનિંગમાં થોડી લીડ મળી હતી પરંતુ બીજી ઇનિંગમાં ફક્ત 157 રન જ બનાવી શક્યા હતા. સરળ લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી જીત મેળવી, પાંચ મેચની શ્રેણીમાં 3-1થી જીત મેળવી હતી. ભારતે શ્રેણી ડ્રો કરવાની તક ગુમાવી દીધી હતી. 

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ: ટીમ ઇન્ડિયાએ જૂન અને ઓગસ્ટ વચ્ચે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે આ તેમની પહેલી શ્રેણી હતી અને ભારત 2-2 થી ડ્રો કરવામાં સફળ રહ્યું હતું.

ઇંગ્લેન્ડે લીડ્સમાં શ્રેણીની પહેલી મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ બર્મિંગહામમાં યજમાન ટીમને 336 રનથી હરાવીને શ્રેણી 1-1 થી બરાબર કરી હતી.

શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી, જ્યાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 387 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં એટલા જ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં ભારતને 192 રનનો આરામદાયક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડે મુલાકાતીઓને ફક્ત 170 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા અને 22 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

માન્ચેસ્ટરમાં રમાયેલી શ્રેણીની ચોથી મેચ ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ પહેલાથી જ શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી ચૂક્યું હતું. શ્રેણી બરાબર કરવા માટે ટીમ ઇન્ડિયાને કોઈપણ કિંમતે અંતિમ મેચ જીતવાની જરૂર હતી. ભારત પોતાના ઉદ્દેશ્યમાં સફળ રહ્યું. મુલાકાતીઓએ ઓવલ ખાતે રમાયેલી મેચ 6 રનના નાના માર્જિનથી જીતીને શ્રેણીનો અંત 2-2 થી ડ્રો કર્યો હતો. 

ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ

ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0 થી ક્લીન સ્વીપ પૂર્ણ કર્યું, વર્ષની તેમની એકમાત્ર ટેસ્ટ શ્રેણી જીતી હતી. પ્રથમ મેચ અમદાવાદમાં રમાઈ હતી, જ્યાં ભારતે કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 104) ની સદીઓને કારણે એક ઇનિંગ્સ અને 140 રનથી જીત મેળવી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી. શ્રેણીની બીજી અને અંતિમ મેચ દિલ્હીમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી જીત મેળવી હતી.

ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા

ભારતીય ટીમે આ વર્ષે બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમી હતી પરંતુ આ વખતે તેની સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચેમ્પિયન હતી. કોલકાતામાં રમાયેલી શ્રેણીની પહેલી મેચ અત્યંત રોમાંચક હતી. દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારત પ્રથમ ઇનિંગમાં ફક્ત 189 રન જ બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં 153 રન બનાવીને ભારતને જીત માટે 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયા 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 30 રનથી મેચ જીતી લીધી હતી.

શ્રેણીની બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવીને ભારત પર દબાણ બનાવ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં માત્ર 201 રન જ બનાવી શકી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાએ ફોલો-ઓન કર્યું ન હતું. મુલાકાતી ટીમે પોતાનો બીજો ઇનિંગ 260 રન પર ડિકલેર કર્યો અને ભારતને માત્ર 140 રનમાં ઓલઆઉટ કરીને 408 રનથી મેચ જીતી લીધી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ 2-0થી શ્રેણી જીતી હતી. 

ટોપ સ્ટોરી

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget