શોધખોળ કરો

Masik Shivratri 2022: માસિક શિવરાત્રિ પર કરો આ ઉપાય, દરેક સમસ્યાથી મળશે છુટકારો

Masik Shivratri : માસિક શિવરાત્રિના દિવસે ઘરે પારાના શિવલિંગની સ્થાપના કરવાથી ધન લાભ થાય છે

Masik Shivratri:  22 નવેમ્બર 2022 ના રોજ માસિક શિવરાત્રિનું વ્રત છે. ભોળાનાથના ભક્તો શિવને પ્રસન્ન કરવા માટે તેમની પ્રિય શિવરાત્રિ તિથિએ ઉપવાસ રાખે છે અને ભક્તિભાવથી રાત્રિ જાગરણ કરીને પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માસિક શિવરાત્રિનું વ્રત રાખવાથી અનંત પુણ્ય મળે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, લક્ષ્મી, ઈન્દ્રાણી, ગાયત્રી દેવી, માતા સરસ્વતી અને દેવી પાર્વતીએ પણ આ વ્રત રાખ્યું હતું. દર મહિનાના વદ પક્ષની ચૌદશની તિથિએ માસિક શિવરાત્રિ વ્રત રાખવામાં આવે છે. માસિક શિવરાત્રિ વ્રતના દિવસે ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે.

માસિક શિવરાત્રિ 2022 મુહૂર્ત

  • તિથિ શરૂ થશે - 22 નવેમ્બર 2022, સવારે 08.49 કલાકે
  • તિથિ સમાપ્ત થશે - 23 નવેમ્બર 2022, સવારે 06.53 કલાકે
  • નિશિતા કાલ પૂજા માટે મુહૂર્ત - રાત્રે 11.47 - સવારે 12.40
  • બ્રહ્મ મુહૂર્ત - 05:05 AM - 05:58 AM
  • અભિજિત મુહૂર્ત - 11:51 AM- 12:34 PM
  • સંધિકાળ મુહૂર્ત - 05:34 PM - 06:01 PM

માસિક શિવરાત્રિ 2022 યોગ

  • કારતક માસની માસિક શિવરાત્રિ પર શોભન અને સૌભાગ્ય યોગ છે. આ શુભ યોગોમાં શિવ-પાર્વતીની પૂજા કરવાથી વ્રત કરનારનું સૌભાગ્ય વધે છે. સાથે જ શોભન યોગમાં શરૂ થયેલ શુભ કાર્ય પુરવાર થાય છે.
  • શોભન યોગ - 22 નવેમ્બર 2022, સાંજે 06.38 - 23 નવેમ્બર 2022, બપોરે 03.40 કલાકે
  • સૌભાગ્ય યોગ - 21 નવેમ્બર 2022, રાત્રે 09.07 - 22 નવેમ્બર 2022, સાંજે 06.38 કલાકે

માસિક શિવરાત્રિ પૂજા પદ્ધતિ

  • માસિક શિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ કરો. જો શક્ય હોય તો આ દિવસે સ્વચ્છ સફેદ વસ્ત્રો પહેરો. સફેદ રંગ શિવને પ્રિય છે.
  • ષોડશોપચાર પદ્ધતિથી શંકર-પાર્વતીની પૂજા કરો. ભોગ ચઢાવો અને દિવસભર ઉપવાસ કર્યા પછી મધ્યરાત્રિએ ભોળાનાથની પૂજા કરો. રાત્રિના ચાર કલાકમાં માસિક શિવરાત્રિની પૂજા વધુ ફળદાયી છે.
  • પ્રથમ પ્રહર (સાંજે 6-9 વાગ્યા)ની પૂજામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરો. આ દરમિયાન ऊं हीं ईशानाय नम: મંત્રનો જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી વ્યક્તિને તમામ દોષ અને રોગોથી મુક્તિ મળે છે.
  • ऊं हीं अधोराय नम: મંત્રનો જાપ કરતી વખતે બીજા પ્રહરમાં (રાત્રે 9-12) ભોલેનાથને દહીં ચઢાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  • ત્રીજો પ્રહર સવારે 12 થી 3 વચ્ચે શરૂ થાય છે. આમાં ઘી સાથે મહાદેવનો અભિષેક કરો. તેમાં ऊं हीं वामदेवाय नम: નો જાપ કરો. તેનાથી વિશેષ મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.
  • ચોથા પ્રહરમાં (સવારે 3-6) શિવલિંગ પર મધ અર્પણ કરતી વખતે ત્યાં ऊं हीं सग्घोजाताय नम: નો જાપ કરો, એવું કહેવાય છે કે આમ કરવાથી જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને સાધકને મૃત્યુ પછી મોક્ષ મળે છે.
  • જો તમે ચાર કલાક પૂજા કરી શકતા નથી, તો નિશિતા કાલ મુહૂર્તમાં પણ શિવલિંગને પંચામૃતથી અભિષેક કરવાથી તમને અક્ષય પુણ્ય મળે છે.

માસિક શિવરાત્રિ પર કરો આ ઉપાય

  • શિવરાત્રિ તિથિ પર રુદ્રાભિષેક શિવને અતિ પ્રિય છે. કહેવાય છે કે રૂદ્રાભિષેક એટલો પ્રભાવશાળી હોય છે કે શિવની કૃપાથી ભક્ત અશક્યને શક્ય કરવાની શક્તિ મેળવી લે છે.
  • માસિક શિવરાત્રિ પર દૂધથી શિવલિંગનો અભિષેક કરવાથી સંતાનહિન દંપત્તિને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
  • દાંપત્ય જીવનમાં કોઈ અડચણ હોય તો માસિક શિવરાત્રિના દિવસે ગૌરી શંકર રૂદ્રાશની પૂજા કરવી જોઈએ. તેને શિવ પાર્વતીનું પ્રત્યક્ષ રૂપ માનવામાં આવ્યું છે. વૈવાહીક જીવનમાં સુખ પ્રાપ્તિ માટે અત્યંત શુભ માનવામાં આવ્યું છે.
  • જો શત્રુઓ કામમાં વિધ્ન નાંખી રહ્યા હોય તો તેનાથી મુક્તિ મેળવવા માસિક શિવરાત્રિ પર ભોળાનાથ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને મંત્રનો 11 વખત જાપ કરો, અટકેલા કાર્યો જલદી પૂરા થશે.
  • દેવાથી છુટકારો મેળવવા માટે માસિક શિવરાત્રિ પર એક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પણ કરો, માન્યતા છે કે તેની દુખ-દરિદ્રતાનો નાશ પામે છે. ચોખા ખંડિત ન હોવા જોઈએ.
  • માસિક શિવરાત્રિના દિવસે ઘરે પારાના શિવલિંગની સ્થાપના કરવાથી ધન લાભ થાય છે. પૈસાની તંગીથી પરેશાન હોવ તો 11 બિલિપત્ર પર ऊं લખીને પૂજામાં શિવને ચઢાવો. તેનાથી ધનમાં વૃદ્ધિ થતી હોવાનું કહેવાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget