![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય
Pitra Dosh Remedies: કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે.
![Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય Mesh Sankranti 2023: Remedies performed on Mesha Sankranti get rid of Pitru Dosh Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/14/45dac4771b2a231b20b950e403dc8060168145204820976_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mesh Sankranti: આજે 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેને મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. મેષ સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને તર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેષ સંક્રાંતિ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃ દોષથી મુક્તિ અપાવે છે. કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે. ચાલો જાણીએ કે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે તમે મેષ સંક્રાંતિ પર કયા ઉપાયો કરી શકો છો.
પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય
- મેષ સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
- આ દિવસે માટીના વાસણમાં ભરેલું પાણી બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે.
- સૂર્યદેવને પિતાનો દરજ્જો મળ્યો છે. મેષ સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં જળ, લાલ ફૂલ, લાલ ચંદન અને રોલી સૂર્ય ભગવાનને અર્પણ કરવી જોઈએ. તેમજ 11 વાર 'ॐ घृणि सूर्याय नमः' મંત્રનો જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
- પિતૃદોષથી પીડિત લોકોએ મેષ સંક્રાંતિના શુભ દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ પછી, પૂર્વજોનું સ્મરણ કરતી વખતે, ऊं पितराय नम: મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ.
- મેષ સંક્રાંતિના દિવસે બિલ્વપત્રના ઝાડના મૂળ પર ગાયનું થોડું કાચું દૂધ ચઢાવો અને તે જ ઝાડમાંથી બિલ્વના 21 પાન તોડી લો. હવે તેને તાંબા કે ચાંદીના વાસણમાં રાખો. તેમાં ગાયનું દૂધ અને થોડા કાળા તલ ઉમેરો. શિવ મંદિરમાં જઈને શિવલિંગને આ સામગ્રીઓ ચઢાવો. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
- આ દિવસે તાંબાના વાસણમાં કાળા તલ, જવ અને લાલ ફૂલ મિક્સ કરીને પિતૃઓને જળ અર્પિત કરો અને દક્ષિણ તરફ મુખ રાખીને તેમની ક્ષમા માગો. તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને કોઈપણ કાર્યમાં આવતી તમામ અડચણો દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતી, પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)