શોધખોળ કરો

Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ

Navratri 2024: શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

Navratri 2024:  આપણી ભારતીય સંસ્કૃતિમાં, તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, નવરાત્રિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો તહેવાર, હિંદુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. જેમાં નવ અવતાર આવે છે. દેવી દુર્ગાની પૂજા અને શણગાર કરવામાં આવે છે. આ તહેવાર દેવી માતાની શક્તિઓના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષે આસો નવરાત્રિ ત્રીજી ઓક્ટોબર 2024થી શરૂ થશે અને 11 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. 12 ઓક્ટોબરના રોજ દશેર ઉજવવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. નવરાત્રિનું વ્રત રાખવું એ એક પવિત્ર વિધિ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પ્રથમ બે અને છેલ્લા બે દિવસ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક નવ દિવસ ઉપવાસ રાખે છે. શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.આવો જાણીએ કેટલીક વસ્તુઓ જે નવરાત્રિ દરમિયાન ખાવી જોઈએ.

શાકભાજી
જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો પછી ફક્ત બટાટા, શક્કરીયા, સુરણ, કાચા કોળા જેવા શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવે છે, આ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

લોટ અને અનાજ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘઉં અને ચોખા ન ખાવાનું સૂચન કરવામાં આવે છે. જો કે, તમે આ સમયગાળા દરમિયાન રાજગરાનો લોટ ખાઈ શકો છો.

ફળ
નવરાત્રિ દરમિયાન તમે તમામ પ્રકારના ફળ ખાઈ શકો છો. જો તમારે નવ દિવસ ઉપવાસ કરવો હોય તો તમારી પસંદગી મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ફળોને લઈને કોઈ પ્રતિબંધ નથી, તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો.

મસાલા
ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં, તમે જીરું, તજ, ઇલાયચી, લવિંગ, કાળા મરી પાવડર, સૂકા દાડમના દાણા વગેરેનો ઉપયોગ કરી શકો છો.

દૂધ અને ડેરી પ્રોડક્ટ
જો તમે દૂધની બનાવટોનું સેવન ન કરતા હોવ તો નવરાત્રિનું વ્રત અધૂરું છે. નવરાત્રિ દરમિયાન દહીં, પનીર, ચીઝ, મલાઈ, ઘી વગેરે અવશ્ય લેવા જોઈએ.

આ વસ્તુઓનું સેવન ન કરો

નવરાત્રિ વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી અને લસણનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ભોજનમાં ન કરવો જોઈએ. તે એકદમ અશુભ માનવામાં આવે છે. નવરાત્રિ વ્રત દરમિયાન કઠોળ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, મેંદા, ઘઉંનો લોટ, સોજી તેમજ માંસાહારી વસ્તુઓ, ઈંડા, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળો. મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફીનું સેવન કરે છે, જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ઉપવાસ દરમિયાન ચા કે કોફી ન પીવી અને નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક કે સાદા પાણીનું સેવન કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Shardiya Navratri 2024: નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં આવશે દરિદ્રતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget