Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા. અમરોલી વિસ્તારમાં સાસુ શોભનાબેને વૃદ્ધાશ્રમનો કર્યો સંપર્ક. પુત્રવધુ માનસિક અને શારીરિક ત્રાસ આપતી હોવાનો લગાવ્યો આરોપ. માતાની જેમ માન આપવાની વાત તો દૂર રહી, પણ વહુ તો તેને ગાળો આપતી હોવાની કરી વાત. સાથે જ ભૂખ લાગી હોવા છતાં 3 રોટલીથી વધુ રોટલી પણ ન આપતી હોવાનો કર્યો આરોપ. વૃદ્ધાશ્રમના સંચાલકો ઘરે આવ્યા. એ સમયે પણ વહુ શિલ્પાએ સાસુ શોભના બેનનો ઉધડો લઈ લીધો. શોભનાબેનની પૌત્રીએ પણ સામે દાદી પર લગાવ્યા આરોપ,. પૌત્રીએ આરોપ લગાવ્યા કે મારી મમ્મી જ્યારે પરણીને આવી, એ સમયે તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. મારી મમ્મી સગર્ભા હતી, ત્યારે દૂધનો વાડકો પણ નસીબ નહોતા થવા દેતા. આ બધી વાતો મેં સાંભળેલી છે.. ત્યારે ક્યાં ગઈ હતી ભલમનસાઈ. વહુ શિલ્પાબેને સાસુ પર એવો આરોપ લગાવ્યો કે મારા મામાજી, જેઠ, નણંદ,, કુટુંબના કોઈપણ વ્યક્તિ સાથે સાસુને સારા સંબંધો નથી. બીજી બાજુ જ્યારે વૃદ્ધાશ્રમના સંચાલકો શોભના બેનને લઈને જતા હતા ત્યારે દિકરાએ પણ કહી દીધું. કે જતા રહો.. પાછા ના આવતા. હું પણ ત્યાં તમને મળવા નહી આવું.,... બન્ને પક્ષે આક્ષેપ - પ્રતિઆક્ષેપ થયા.. પણ આ આપણી ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને મર્યાદા નથી જ...



















