Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
સુરતમાં બની હચમચાવી નાખનાર ઘટના. STM માર્કેટના સંચાલકોએ કાપડના વેપારીને જીવતો સળગાવાનો પ્રયાસ કર્યાનો આરોપ લાગ્યો. જે અંગે વેપારીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી. મેઈન્ટેનન્સના રૂપિયાને લઈને વેપારીને STMના માર્કેટના સંચાલકો માથાકૂટ થઈ. જેમાં 10 વેપારીઓએ ભેગા મળી કાપડના વેપારીને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર ઘટનાને લઈ તપાસ શરુ કરી. વેપારીનો આરોપ છે કે તેને ટેક્સટાઈલ માર્કેટની ઓફિસમાં બોલવવામાં આવ્યો. જ્યાં 4 કમિટિ મેમ્બર્સે કેમિકલ રેડ્યા બાદ આગ ચાંપી જીવતો સળગાવવાનો પ્રયાસ કરાયો. જો કે બુધવારે વેપારીએ અગ્નિસ્નાન કર્યું હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી હતી. એવામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી. મૂળ દિલ્લીના હાલ ઘોડદોડ વિસ્તારમાં રહેતાં 73 વર્ષીય કિશોર જયપ્રકાશ અગ્રવાલ પર હુમલાનો આરોપ લાગ્યો. ટેક્ષટાઈલ માર્કેટમાં મેન્ટેનન્સનું સંચાલન કરતા 22 થી 25 કમિટી સભ્યોએ એક હજાર કરોડનો ગોટાળો કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જે અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટાર જનરલને ઇન્કવાયરી કરી આઠ અઠવાડિયામાં રિપોર્ટ કરવાનો તેમના ફેવરમાં હુકમ કરવામાં આવ્યો હતો..



















