Rakshabandhan : રાખડી બાંધતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો શું થાય છે લાભ
22 ઓગસ્ટે સવારે 6.15 થી સાંજે 5.31 કલાક વચ્ચે ભાઈને રાખડી બાંધી શકો છો. આ દરમિયાન બહેને રક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર રક્ષા સૂત્ર બાંધતી વખતે આ મંત્રના જાપથી વધારે ફળ મળે છે.
Rakshabandhan 2021: રક્ષાબંધનના દિવસે મુહૂર્તકાળમાં ભાઈને રાખડી બાંધતી વખતે બેસવાની યોગ્ય દિશા અને અનુરૂપ મંત્રનું ઉચ્ચારણ જરૂરી છે. યોગ્ય વિધિથી રાખડી બાંધવાથી મનવાંછિત લાભ મળે છે. રાખડી બાંધતી વખતે ભાઈનું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને બહેનનું મોં પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. જે બાદ બહેને જમણા હાથ પર રાખડી બાંધવી જોઈએ અને મીઠાઈ ખવરાવીને આરતી કરવી જોઈએ. આ દરમિયાન બહેને રક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ. કારણકે શાસ્ત્રો અનુસાર રક્ષા સૂત્ર બાંધતી વખતે આ મંત્રના જાપથી વધારે ફળ મળે છે.
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां अभिबन्धामि रक्षे मा चल मा चल।।
आप शिष्य या शिष्या अपने गुरु को रक्षासूत्र बांध रहे हैं तो उसके लिए अलग मंत्र है.
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वां रक्षबन्धामि रक्षे मा चल मा चल ||
રાખડી બાંધવાનું મુહૂર્ત
આ વખતે શુભ મુહૂર્ત પૂર્ણિમાની તિથિ શનિવાર 21 ઓગસ્ટ, 2021 સાંજે 7 વાગ્યાથી શરૂ થઈ રવિવાર 22 ઓગસ્ટ, 2021 સાંજે 5.31 વાગ્યા સુધી છે. 22 ઓગસ્ટે સવારે 6.15 કલાકથી સાંજે 5.31 કલાક વચ્ચે ભાઈને ગમે ત્યારે રાખડી બાંધી શકો છો.
રક્ષાબંધન પર બહેનને આ વસ્તુઓ ન આપવી ભેટ
રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પ્રેમથી બહેનને ગિફ્ટ આપે છે. માન્યતા એવી પણ છે કે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી સંબંધો નબળા પડે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈને પણ ગિફ્ટમાં ધારદાર અને અણિદાર વસ્તુઓ આપવી અશુભ મનાઈ છે. એટલા માટે રક્ષાબંધન પર આવી વસ્તુઓ જેમ કે ચાકૂનો સેટ, મિક્સર, મિરર અથવા ફોટોફ્રેમ ગિફ્ટમાં ન આપવી. રૂમાલ અને ફોટોફ્રેમ પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી તમને ધન સંબંધી નુકસાન થઈ શકે છે સાથે સંબંધોમાં પણ મુશ્કેલી આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે જૂતાં-ચપ્પલને ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ ચાલી હ્યો છે. પરંતુ તે યોગ્ય નથી.
શું વસ્તુઓ ભેટ આપવી જોઈએ
રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે શુભ વસ્તુઓની વાત કરીએ તો તેમાં વસ્ત્રો, ઘરેણાં, પુસ્તકો, મ્યૂઝિક સિસ્ટમ અથવા સોના-ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ગિફ્ટ આપવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે વસ્ત્ર ખુબ સારો વિકલ્પ છે. આ દિવસે બ્લેક અથવા વાદળી રંગના કપડા છોડીને કોઈ પણ કલરના વસ્ત્રો ગિફ્ટમાં આપી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સ્ત્રિયોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ખુશી આપવાથી તેઓ પ્રસન્ન થાય છે. જ્યોતિષમાં બુધને બહેનોનો કારક માનવામાં આવ્યો છે. તમે બુધ સાથે સંબંધિત વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો. જેમાં શિક્ષણની સામગ્રી, મોબાઈલ, લેપટોપ અથવા કોઈ બોન્ડ ગિફ્ટ તરીકે બહેનને આપી શકો છો.