શોધખોળ કરો

Ravivar Puja: રવિવારે સૂર્યદેવના આ 5 શક્તિશાળી મંત્રોનો કરો જાપ, પૂરી થશે તમામ મનોકામના

Ravivar Puja: જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. બીજી તરફ, હિન્દુ ધર્મમાં, સૂર્યદેવને પંચદેવોમાંના એક માનવામાં આવે છે

Ravivar Surya Dev Puja Mantra:  હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. જે વ્યક્તિ આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરે છે તેને યશ, કીર્તિ, હિંમત અને સ્વસ્થ જીવન મળે છે. ધાર્મિક મહત્વની સાથે જ્યોતિષમાં પણ સૂર્ય ભગવાનનું ખૂબ મહત્વ છે. કારણ કે જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. બીજી તરફ, હિન્દુ ધર્મમાં, સૂર્યદેવને પંચદેવોમાંના એક માનવામાં આવે છે. સૂર્યના પ્રકાશને કારણે જ પૃથ્વી પર જીવન છે. એટલા માટે તેમની પૂજા કરવાથી આધ્યાત્મિક લાભ થાય છે અને વ્યક્તિને સમાજમાં માન-સન્માન મળે છે.

સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને નિયમિત પૂજા કરવી જોઈએ. પરંતુ રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. રવિવારે સૂર્ય ભગવાનને તાંબાના લોટામાં ફૂલ, અક્ષત, જળ, ખાંડ અને સિંદૂર મિશ્રિત જળથી અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. આ સાથે તમારે સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. તે ફળદાયી અને ફાયદાકારક છે. 

સૂર્ય દેવના સરળ અને શક્તિશાળી 5 મંત્ર

  1. ॐ हृां मित्राय नम: સ્વસ્થ જીવન માટે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરો. તેનાથી કામ કરવાની ક્ષમતા વધે છે અને સફળતા મળે છે.
  2. ॐ हूं सूर्याय नम: રવિવારે ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. તેનાથી માનસિક શાંતિ મળે છે અને બુદ્ધિ વધે છે.
  3. ॐ ह्रां हिरण्यगर्भाय नमः વાંચન અને લેખન અથવા કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી વિદ્યાર્થીઓની શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે.
  4. સૂॐ हृ: पूषणे नम: ર્ય ભગવાનના આ શક્તિશાળી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ ધાર્મિક કાર્યો તરફ આકર્ષિત થાય છે. આ સાથે આત્મવિશ્વાસ અને ધૈર્ય પણ વધે છે.
  5. ॐ सवित्रे नमः આ મંત્રનો જાપ સૂર્ય ભગવાનની વિશેષ કૃપા મેળવવા અને સમાજમાં માન-સન્માન વધારવા માટે ફાયદાકારક છે.

આ નિયમોનું પાલન કરો

હિંદુ શાસ્ત્રો અનુસાર રવિવારે સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ કરતી વખતે ધ્યાન રાખો કે મંત્રોનો યોગ્ય રીતે જાપ કરવો જોઈએ. તેમજ આ દિવસે પૂજામાં ગુલાબી કે કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ છે. રવિવારે માંસ, આલ્કોહોલ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે રવિવારે લાલ ફૂલ, કપડાં, ગોળ, તાંબાની વસ્તુઓ અને ઘઉં વગેરેનું દાન ગરીબ અથવા જરૂરિયાતમંદને કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Embed widget