(Source: ECI/ABP News/ABP Majha)
Shukrawar Upay: શુક્રવારની રાત્રે કરો આ ઉપાય, ક્યારેય નહીં થાય પૈસાની કમી
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ઘણી વખત સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિ પૈસાની સમસ્યાઓનો સામનો કરે છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્રવારની રાત્રે ઉપાય કરવાથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. ચાલો જાણીએ એ ઉપાય વિશે.
જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તેના માટે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને શુક્રવારે રાત્રે ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
શુક્રવારની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમને ખીર અર્પણ કરવી જોઈએ. કહેવાય છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને ધન પ્રાપ્તિની શક્યતાઓ રહે છે. તેની સાથે જ તમે શુક્રવારે રાત્રે શ્રી લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરી શકો છો.
શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અષ્ટ લક્ષ્મી વાસ્તવમાં દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો છે. આવી સ્થિતિમાં જો તમે શુક્રવારે રાત્રે અષ્ટ લક્ષ્મી માટે 8 દીવા પ્રગટાવો અને દેવી લક્ષ્મીની સામે રાખો. શુક્રવારની રાત્રે સૂતા પહેલા, ‘ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा’ મંત્રનો જાપ કરો. આ સાથે વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પણ બહાર આવી શકે છે.
આ દિવસે પૂજા કર્યા પછી સફેદ વસ્તુઓનું દાન કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે ખાંડ, સફેદ કપડું, કપૂર, દૂધ, દહીં અને અન્ય સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.