Somvar Vrat: લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ તો સોમવારે કરો વ્રત, જાણો પૂજા વિધિ
Somvar Vrat: સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવ સાથે સંબંધિત છે. સુખ-સમૃદ્ધિ, માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રસન્નતા માટે સોમવારે વ્રત કરવું જોઈએ.
Somvar Vrat: સોમવારે ઉપવાસ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. જે લોકો આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરે છે અને તેની પૂજા કરે છે, તેમને મનવાંછિત ફળ મળે છે. સોમવારની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
જે છોકરીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમના માટે સોમવારની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે આવી છોકરીઓને વ્રત રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. ભગવાન શિવ ગ્રહોની અશુભતા પણ દૂર કરે છે. જે લોકો રાહુ-કેતુ અને બુધ અશુભ હોવાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેમને પણ ભગવાન શિવની પૂજા કરવાથી લાભ મળે છે.
પૂજા વિધિ
સોમવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો. આ પછી ભગવાન શિવને પ્રિય વસ્તુઓને અર્પણ કરો. પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરો. બિલી ચઢાવો અને શિવ મંત્રોનો જાપ કરો. શિવપુરાણ અનુસાર શિવલિંગની પૂજા રુદ્ર અભિષેક ભગવાન શિવને સૌથી પ્રિય છે. તેનાથી તેઓ ઝડપથી ખુશ થઈ જાય છે.
ભગવાન શિવનો મંત્ર
ॐ नमः शिवाय
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्.
મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર
ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्द्धनम्. उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः ॐ सः जूं हौं ॐ.
રૂદ્ર ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्.
કોણે કરવું જોઈએ સોમવારનું વ્રત
સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવ સાથે સંબંધિત છે. સુખ-સમૃદ્ધિ, માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને પ્રસન્નતા માટે સોમવારે વ્રત કરવું જોઈએ. આવો જાણીએ કોના માટે સોમવારે વ્રત રાખવું ફાયદાકારક રહેશે.
- જે લોકો ઉગ્ર સ્વભાવ ધરાવતા હોય તેમણે સોમવારે વ્રત અવશ્ય રાખવું. આના કારણે આક્રમકતામાં ઘટાડો થાય છે અને તેમનો સ્વભાવ ખુશખુશાલ બને છે.
- જો તમે સતત માનસિક સમસ્યાઓ અથવા તણાવનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ ચંદ્ર દોષ હોઈ શકે છે. એટલા માટે આવી સ્થિતિમાં તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ અને ચંદ્રદેવની પૂજા પણ કરવી જોઈએ.
- કર્ક રાશિવાળા લોકોએ પણ સોમવારે વ્રત રાખવું જોઈએ. કારણ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. એટલા માટે તમારી રાશિ કર્ક છે, તો તમારે પણ સોમવારનું વ્રત અવશ્ય રાખવું.
- જો તમારી કુંડળીમાં ચંદ્ર શનિ સાથે હોય તો વિષ યોગ બને છે. આ સ્થિતિમાં તમારે જ્યોતિષ દ્વારા જણાવેલા ઉપાય કરવા જોઈએ અને સોમવારે વ્રત પણ રાખવું જોઈએ.
- જન્મ પત્રિકાના છઠ્ઠા, સાતમા કે આઠમા ભાવમાં ચંદ્ર હોય તો પણ સોમવારે ઉપવાસ ફળદાયી સાબિત થાય છે. આવી સ્થિતિમાં સોમવારે વ્રત રાખો.
- સારા વરની ઈચ્છા રાખવા માટે અવિવાહિત છોકરીઓ સોમવારે વ્રત રાખી શકે છે. સોમવારે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી સારા વરની પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન પણ સુખી બને છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.