શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Swaminarayan Gadi Suvarna Mahotsav: મણિનગર ગાદી સંસ્થાનમાં 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે મહોત્સવનો પ્રારંભ

સનાતન વૈદિક ધર્મના ઉત્કર્ષ માટે એક સપ્તાહ ચાલનારા આ મહોત્સવમાં અનેક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થશે.

અમદાવાદ : સર્વાવાતારી  સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપા,  સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ  મુક્તજીવન સ્વામીબાપા,  સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર અને પ્રેરણામૂર્તિ આચાર્ય  પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય  જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં મણિનગર સ્થિત  સ્વામિનારાયણ મંદિરમાં તા. 19 થી તા. 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મસમ્રાટ મુક્તજીવન સ્વામીબાપાએ 61 દિવસ ધ્યાન કર્યું. તે સમયે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદેશથી યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી 50 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. સનાતન વૈદિક ધર્મના ઉત્કર્ષ માટે એક સપ્તાહ ચાલનારા આ મહોત્સવમાં અનેક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થશે.

નગરયાત્રા બનશે આકર્ષણનું કેન્દ્ર

સ્વામિનારાયણ મંદિર મણિનગર દ્વારા એક સપ્તાહનાં સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદથી વિશ્વ પ્રસિદ્ધ  મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ - લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં  વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત - વિદ્વત્સંમેલન, સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે.

Swaminarayan Gadi Suvarna Mahotsav: મણિનગર ગાદી સંસ્થાનમાં 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે મહોત્સવનો પ્રારંભ

  • તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. તા. 19 સપ્ટેમ્બરના રોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં વિવિધ સદ્ગ્રંથોની પારાયણોથી મહોત્સવનો પ્રારંભ થશે તેમજ  સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પોથીયાત્રા યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો-ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.
  • તા. 20 સપ્ટેમ્બરના રોજ  સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા  અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાચન થશે અને સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર તથા રાત્રે સંતો અને ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ રાસ જેવા કાર્યક્રમો યોજાશે.
  • મણિનગર સ્થિત  સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં  21 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા  અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન તેમજ સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ નૃત્યનાં કાર્યક્રમો યોજાશે.
  • તા. 22 સપ્ટેમ્બર 2022નાં રોજ  સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા  અબજી બાપાની વાતોની સમૂહ પારાયણોનું વાંચન,  સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એપિસોડ નાટક યોજાશે.

Swaminarayan Gadi Suvarna Mahotsav: મણિનગર ગાદી સંસ્થાનમાં 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ કરાવશે મહોત્સવનો પ્રારંભ

  • મણિનગર સ્થિત  સ્વામિનારાયણ મંદિરમાં  સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરે તેવી ધારણા છે. તા. 23 સપ્ટેમ્બર 2022ના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા  અબજી બાપાશ્રીની વાતોનું સમૂહ પારાયણનું વાચન થશે. આ દિવસે સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી મહિમાનાં કીર્તનોનું ગાન સંતો અને નામાંકિત કલાકારો કરશે.
  • તા. 24 સપ્ટેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર પાટોત્સવ, શ્રી સ્વામિનારાય ગાદી ગ્રંથ તથા શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોનું વાંચન થશે. સાંજે કાંકરિયાથી ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
  • સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે. તા. 25 સપ્ટેમ્બરનાં રોજ મહોત્સવનાં સમાપન દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
  • 25 સપ્ટેમ્બરનાં રોજ શ્રી સદ્ગુરૂ દિન, પૂજન, અર્ચન, ગુરૂદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ, આરતી, જીવનપ્રાણ સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ અને શ્રી સ્વામિનારાયણ ગાદીનાં પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનાં  કાર્યક્રમો યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget