Holi Bhai Dooj 2021: જાણો હોળી ભાઇબીજનું શું છે મહત્વ, આ પર્વ ક્યાં અને કેવી મનાવાય છે?
આજે ભાઇ બહેનના સંબંધ સેલિબ્રેટ કરતો અવસર હોળીભાઇ બીજ છે. આજના દિવસે બહેન તેના ભાઇના માથા પર તિલક લગાવે છે અને દિર્ઘાયુની કામના કરે છે. ભાઇ બહેનને રક્ષાનું વચન આપે છે. શું આ પર્વનું માહત્મ્ય જાણીએ.

Holi Bhai Dooj 2021: આજે ભાઇ બહેનના સંબંધ સેલિબ્રેટ કરતો અવસર હોળીભાઇ બીજ છે. આજના દિવસે બહેન તેના ભાઇના માથા પર તિલક લગાવે છે અને દિર્ઘાયુની કામના કરે છે. ભાઇ બહેનને રક્ષાનું વચન આપે છે. શું આ પર્વનું માહત્મ્ય જાણીએ.
હોળી અને ઘૂળેટી બાદ હોળી ભાઇબીજ મનાવવામાં આવે છે. વર્ષમાં બે વખત ભાઇબીજ આવે છે, એક દિવાળી બાદ નૂતનવર્ષના બીજા દિવસે તો બીજી ભાઇબીજ હોળીના પર્વ પર મનાવાયા છે. જે ધૂળેટીના બીજા દિવસે મનાવાયા છે. હોળી ભાઇબીજમાં પણ રક્ષાબંધનની જેમ બહેન ભાઇના માથા પર તિલક કરે છે અને ભાઇના દિર્ઘાયુની કામના કરે છે, તો ભાઇ આ અવસરે બહેનની રક્ષાનું વચન આપે છે.
હોળી ભાઇબીજનું શુભમુહુર્ત
હોળી ભાઇબીજનું શુભ મૂહૂર્ત 29 માર્ચની રાત્રે 8 વાગ્યેને 54 મિનિટે શરૂ થાય છે અને તનું સમાપન આજે સાંજે 5 વાગ્યાને 27 મિનિટે થાય છે.
હોળી ભાઇબીજનું શું મહત્વ?
આ ખાસ દિવસ ભાઇ-બહેનના પાવન સંબંધને સમર્પિત છે. હોળી ભાઇબીજના દિવસે બહેન ભાઇને તેમને ઘરે આમંત્રણ આપે છે. બહેન ભાઇના માથા પર તિલક કરે છે અને પછી ઘરમાં પૂજા રાખવામાં આવે છે. આ સમયે ભાઇના સુખદ અને દિર્ઘાયુ જીવનની કામના કરવામાં આવે છે. કહેવાય છે કે, આજના દિવસે ભાઇ બહેનના માથા પર તિલક કરે અને તમને ઘરે આવવા આમંત્રણ આપે તો ભાઇ પર આવનાર સંકટો ટળી જાય છે.
હોળી ભાઇબીજની પૂજા વિધિ
હોળી ભાઇબીજના દિવસે બહેન નવા પરિધાનધારણ કરે છે. ભાઇને ઘરે આવવા માટે નિમંત્રણ આપે છે. ભાઇ ઘરે આવતા તેમનો આદર સત્કાર કરવામાં આવે છે. બહેન ભાઇના મસ્તક પર તિલક લગાવે છે અને મોં મીઠું કરાવે છે. આજના દિવસે પૂજાપાઠ કરીને ભાઇના દિર્ઘાયુ અને સુખદ જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. બહેન ભાઇની આરતી ઉતારે છે અને ભાઇને ભાવતું ભોજન કરાવે છે. આ અવસરે ભાઇ બહેનને ઉપહાર આપે છે અને રક્ષાનું વચન પણ આપે છે.

