Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી અંતર્ગત આજે(19 ડિસેમ્બર) મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનમાં 2500 કરતાં વધુ મતદારો મતદાન કરશે. રાજ્યના 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈ મતદાન થઇ રહ્યું છે. રાજકોટ સિવાય રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. રાજકોટમાં બે ભાજપ પ્રેરિત સમરસ અને RBA પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે.
RBA પેનલના સમર્થકો માનીતા મતદારોને છેક સુધી મૂકવા જતા હોવાનો આરોપ લગાવાયો છે. સમરસ પેનલના મહિલા સમર્થકે RBA પેનલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત છે. રાજ્યના તમામ બાર એસો.માં ખજાનચી પદે મહિલા અનામત સીટ રાખવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે પ્રથમવાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. રાજ્યની બાર એસો.ની ચૂંટણીનું સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે.મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી થશે. ઉલ્લેખનિય છે કે, મોડી રાત સુધીમાં તમામ બાર એસો.ની ચૂંટણીના પરિણામો જાહેર થશે.





















