Numerology Holi 2021 Tips: હોળીના પર્વમાં જાણો આપના જન્મ મુલાંક મુજબ આપના માટે કયો રંગ છે શુભ?
Numerology Holi Tips Holi Colour connection:હોળી રંગોનો તહેવાર છે. રંગનો સંબંધ અંકો અને ગ્રહો સાથે છે. રંગોના આ પર્વમાં આપના માટે શુભ રંગ ક્યો છે જાણીએ
Numerology Holi Tips Holi Colour connection:હોળી રંગોનો તહેવાર છે. રંગનો સંબંધ અંકો અને ગ્રહો સાથે છે. રંગોના આ પર્વમાં આપના માટે શુભ રંગ ક્યો છે જાણીએ. સપ્ત રંગોમાં સૌથી દૂર દેખાતો લાલ રંગ છે. લાલ રંગનો સંબંધ મંગળ સાથે છે.મંગળનો 9 અંક છે.જેમાં ભાગ્યાંક એટલે કે મૂલાંક 9 અંક છે તેમણે લાલ રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઇએ તેમના માટે લાલ રંગ શુભ છે.
બધા જ રંગોને પોતાનામાં સમાવી લેનાર રંગ કાળો છે. બ્લૂ અને કાળો શનિદેવનો રંગ છે. 8 અંક સાથે શનિને સંબંધ છે.
સાત અંક કેતુનો છે. કોફી રંગ કેતુનો છે. સાત મૂલાંક ધરાવતા તર્કશીલ અને આધુનિક હોય છે, સાત મૂલાંક ધરાવતા લોકો માટે કોફી રંગ શુભ ગણાય છે.
6 અંક શુક્રનો અંક છે. ક્રીમી કલર અને ચમકતા રંગ શુક્રના છે. આવા લોકો માટે હર્બલ કલર ભાગ્યશાળી સાબિત થાય છે.
5 અંક બુધનો અંક છે. બુધનો રંગ લીલો છે. તો લીલા રંગનો ઉપયોગ કરીને પાંચ મૂલાંક ઘરાવતા લોકો તેનું કિસ્મત કનેકશન વધુ મજબૂત કરી શકે છે.
4 અંક રાહુનો અંક છે. આ અંક ગ્રે રંગને સપોર્ટ કરે છે. આ સાથે જ કેતુનો રંગ કોફી પણ 4 અંકનો મૂલાંક ઘરાવતા લોકો માટે શુભ રહે છે.
3નો અંક સદગુરૂ બૃહસ્પતિનો છે. પીળો અને ભગવો રંગ ગુરૂ પ્રધાન છે. 3 અંકનો મૂલાંક ઘરાવતી વ્યક્તિ માટે પીળો રંગનો ઉપયોગ શુભ સાબિત થાય છે.2 અંક ચંદ્રમાનો અંક છે. ચંદ્રમાનો રંગ શ્વેત અને વોટર કલર છે. ચંદ્ર પ્રધાન વ્યક્તિ સૌ કોઇ સાથે મૈત્રી ભાવ રાખે છે. 2 અંક ઘરાવતા લોકો માટે લકી કલર સફેદ છે. આ કલર તેમને વધુ પ્રિય પણ હોય છે.
1 અંક સૂર્યનો અંક છે.સૂર્યની પહેલી કિરણ જેવો સ્વર્ણિમ રંગ 1 મૂલાંક ધરાવતી વ્યક્તિ માટે સૌથી વધુ ભાગ્યશાળી સાબિત થાય છે.