શોધખોળ કરો

પિતૃ પક્ષનું તર્પણ ક્યારે કરવું,જાણો પિતૃપક્ષ અને શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી

પિતૃપક્ષ અને શ્રાદ્ધની વિધિઓ આપણા પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કરવી અત્યંત જરૂરી છે. હિંદુ શાસ્ત્રોમાં દેવતાઓને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને પ્રસન્ન કરવામાં આવે છે.

પિતૃ પક્ષનું મહત્વ: દેવતાઓ સમક્ષ પૂર્વજોને પ્રસન્ન કરવા વધુ ફાયદાકારક છે.દેવતાઓના કામ કરતા પણ પૂર્વજોના કામનું વિશેષ મહત્વ છે. વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુણ પુરાણ, વિષ્ણુ પુરાણ વગેરે પુરાણો અને મનુસ્મૃતિ વગેરે જેવા અન્ય ગ્રંથોમાં શ્રાદ્ધ વિધિનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

પૂર્ણિમા અને અમાવસ્યા વચ્ચેના સમયગાળામાં એટલે કે 16 દિવસ સુધી પૂર્વજોની આત્માની શાંતિ માટે કાર્ય કરવામાં આવે છે. 16 દિવસ સુધી નિયમિત કામ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. પિતૃ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. ભોજન કર્યા પછી વ્યક્તિની ક્ષમતા મુજબ દાન આપવામાં આવે છે. તેનાથી આરોગ્ય, સમૃદ્ધિ, આયુષ્ય અને સુખ મળે છે. 2024 માં શ્રાદ્ધની તારીખોની વિગતો નીચે મુજબ હશે.

પિતૃ પક્ષનું તર્પણ ક્યારે કરવું

પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાથી લઈને અશ્ચિન કૃષ્ણ અમાવસ્યા સુધી ચાલે છે. આમ, દર વર્ષે પિતૃ પક્ષના 16 દિવસ વ્યક્તિના પૂર્વજોને વિશેષ રીતે સમર્પિત કરવામાં આવે છે. મોક્ષના માર્ગ તરફ આગળ વધતા પૂર્વજો જ પૂર્વજોના ઋણમાંથી મુક્તિ આપે છે. શ્રાદ્ધ વર્ષ 2024 માં નીચેની તારીખો પર કરી શકાય છે.

શ્રાદ્ધ વિશે થોડી માહિતી :- (નમ્ર પ્રયાસ)
(1)શ્રાદ્ધ હંમેશા ભાદ્રપદ-1(એકમ) થી પ્રારંભ થઈ ને આસો સુદ-1(એકમ) પહેલું નોરતું એ 16(સોલમું) શ્રાદ્ધ છે.

(2) શાસ્ત્ર મુજબ શ્રાદ્ધ નો સમય અપરાન્નકાલ (બપોર પછી)છે.

(3) ઘણા લોકો નું એવું માને છે કે અમે ગયાજી જઈને  શ્રાદ્ધ કરી દીધું અથવા શ્રી મદ્ ભાગવત કથા કરી લીધી એટલે હવે શ્રાદ્ધ ન કરવું પડે, પણ એ વાત ખોટી છે એનું પ્રમાણ ગીતાપ્રેસ ના અત્યેષ્ઠીકર્મ માં આપેલું છે જે સાથે મોકલાવેલ છે.

(4) મૃત્યુ બાદ વ્યક્તિ  ૧૨ ના દિવસે જ શ્રાદ્ધ માં ભળી જાય છે, પ્રેત માંથી પિતૃ માં ભેળવવા ની વિધી એટલે સપિંડી(એક પિંડ ને બીજા પિંડ માં ભેળવવા/ પિંડ સંયોજન કરવામાં આવે છે   દ્વાદશાહશ્રાદ્ધ (બારમું).

(5) આ સમયે મહાલય શ્રાદ્ધ કરી શકાય (જે શ્રાદ્ધ કોઈ એક વ્યક્તિ ને ઉદ્દેશીને નથી સમસ્તપિતૃ માટે છે, તે પિતૃની પ્રસન્નતા માટે દર વર્ષે કરી શકાય. )(મહાલય શ્રાદ્ધ - આ શ્રાદ્ધપક્ષ સિવાય થઈ શકતુ નથી)

(6) માણસ માત્ર નું (સ્ત્રી હોય કે પુરુષ) મૃત્યુ બાદ ૧૦મું, ૧૧મું, ૧૨મું, અને ૧૩મું થાય.

(7) પિતૃઓ સુગંધ થી તૃપ્ત થાય છે.

(8) પિતૃઓ ને કેવલ ખીર-રોટલી જ નહીં  પરંતુ જે બનાવ્યું હોય તે અથવા એમને જે પ્રિય હોય તે આપી શકાય. તેને સ્ટીલ સિવાયના કોઈ પણ પાત્ર માં બપોર પછી મૂકવું અને સાંજ સુધી રાખવું ત્યારબાદ ગાય ને આપી શકાય.

નોંધ:ચતુર્દશીના મરણ પામેલા નુ શ્રાદ્ધ ચતુર્દશી ના દિવસે ના કરાય તેમનુ બારસ અથવા અમાસ ના દિવસે કરવુ આવુ નિર્ણયસિન્ધુ અને ધર્મ  સિન્ધુ મા વર્ણન છે, અને
પૂનમના દીવસે કોઈ નુ મૃત્યુ થયુ હોય તો તેનું શ્રાદ્ધ પૂનમ ના દીવસે નહીં થાય તેમનુ શ્રાદ્ધ અમાસ ના દીવસે થાય છે. દરેક પંચાગ ની અંદર પૂનમ નુ શ્રાદ્ધ અમાસ ના લખેલ છે.

આચાર્ય તુષાર જોશી
જ્યોતિષ આચાર્ય
રાજકોટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: કોંગ્રેસ અને અપક્ષનું શક્તિ પ્રદર્શન |Mavaji Patel | Gulabsinh | Abp AsmitaCanada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણયGujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
SC On Bulldozer Justice: અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ હવે ઘરબેઠાં બનાવી શકશે આયુષ્યમાન કાર્ડ
વય વંદના યોજના: 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સ હવે ઘરબેઠાં બનાવી શકશે આયુષ્યમાન કાર્ડ
Embed widget