Diwali 2024: દિવાળીના પર્વમાં શા માટે કરાય છે લક્ષ્મી પૂજા, જાણો શુભ મુહૂર્ત અને વિધિ વિધાન
Diwali 2024: દિવાળીના પર્વને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. આ દિવસે લક્ષ્મીજીની શા માટે પૂજા કરાય છે, જાણો શું છે ગાથા
Diwali Laxmi 2024: દિવાળીમાં લક્ષ્મી પૂજાનું જેટલું મહત્વ છે. તેટલું જ શુભ મુહૂર્તનું પણ છે. ધન અને વૈભવની દેવી મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં કરવાથી વધુ ફળદાયી રહે છે. કોશિશ કરવી જોઇએ કે મા લક્ષ્મીની પૂજા શુભ મુહૂર્તમાં જ કરવામાં આવે. જાણીએ આજના દિવસ પૂજા માટે ક્યું છે શુભ મુહૂર્ત
31મી ઓક્ટોબરે પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.27 થી રાત્રે 8:32 સુધીનો છે. દિવાળી પૂજાનું નિશિતા મુહૂર્ત બપોરે 11:39 થી 12:31 સુધી છે. ધનતેરસ- 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
Diwali 2024:
દીવાળી પૂજા માટેના અલગ-અલગ શુભ મુર્હત ક્યાં છે જાણો
બ્રહ્મ મુહૂર્ત - 04:49 AM થી 05:41 AM
વિજય મુહૂર્ત - બપોરે 01:55 થી 02:39 સુધી
સંધ્યાકાળનો સમય - સાંજે 05:36 થી 06:02 સુધી
દિવાળીમાં લક્ષ્મી પૂજન કેમ?
જીવનના અંધારના દૂર કરીને જિંદગીમાં પ્રકાશ પાથરતું ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીમાં મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. . ભાગવત અને વિષ્ણુધર્મોત્તર પુરાણ મુજબ સમુદ્ર મંથન દરમિયાન આસો મહિનાની અમાસ તિથિએ લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં અને આજ દિવસે વિષ્ણુ ભગવાન સાથે મહાલક્ષ્મીના લગ્ન થયા હતા. દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું વિશેષ માહાત્મય છે. તો દિવાળીના દિવસભર લક્ષ્મી પૂજા માટે ક્યાં ક્યાં મૂહૂર્ત શુભ છે જાણીએ....
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે દિવાળીના દિવસે તુલા રાશિમાં ચાર ગ્રહોના આવવાથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. તેથી જ્યોતિષ મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા અચૂક શુભ મળે છે.શુભ મૂહૂર્તમાં પૂજા કરવાની સાથે બધી જ સામગ્રીને પણ પહેલાથી તૈયારી કરી લો, ફળ, મેવા, મીઠાઇ સિવાય જે પણ સામાન હોય એ આ પૂજા માટે જરૂરી હોય છે. આ સિવાય શેરડી, કૈથા, અમરરખ, કમલ, ફુલ, આંબલી અને રીંગણી ફૂલની માળા, ગણેશ લક્ષ્મીને રીંગણી ફુલની માળા અવશ્ય અર્પણ કરો