શોધખોળ કરો

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

Maharashtra election result: નગર પરિષદ અને પંચાયતમાં NDA ની સુનામી, શરદ પવાર અને રાજ ઠાકરેને મોટો ઝટકો, BMC ચૂંટણી પહેલાં શુભ સંકેત.

Maharashtra election result: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. રાજ્યમાં યોજાયેલી નગર પરિષદ (Nagar Parishad) અને નગર પંચાયત (Nagar Panchayat) ની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી 'મહાયુતિ' (NDA) ગઠબંધને એકતરફી વિજય મેળવ્યો છે. કુલ 299 બેઠકોમાંથી મહાયુતિએ 213 બેઠકો પર કબજો જમાવીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા છે. આ પરિણામોમાં ભાજપ (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાજ ઠાકરે માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લોકોનો મૂડ શું છે, તે આ સ્થાનિક ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે. મહાવિકાસ અઘાડી (MVA) ને આંચકો આપતા મતદારોએ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાજપે વિદર્ભ અને મરાઠવાડા જેવા મહત્વના વિસ્તારોમાં ક્લીન સ્વીપ કરીને પોતાની તાકાત બતાવી દીધી છે.

નગર પરિષદ: ભાજપ સદીની નજીક, શિંદે જૂથનો દબદબો

રાજ્યની 246 નગર પરિષદોના પરિણામોમાં ભાજપનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું છે.

ભાજપ: 96 બેઠકો પર જીત અને લીડ સાથે ભાજપ સેન્ચુરીની નજીક પહોંચી ગયું છે.

શિંદે જૂથ: એકનાથ શિંદેની શિવસેનાએ 44 બેઠકો જીતીને સાબિત કર્યું છે કે અસલી શિવસેના કોણ છે.

અજિત પવાર જૂથ: NCP (અજિત પવાર) ને 34 બેઠકો મળી છે.

બીજી તરફ, વિપક્ષની હાલત કફોડી બની છે. કોંગ્રેસ 27 બેઠકોમાં સમેટાઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીને માત્ર 8 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

નગર પંચાયત: અહીં પણ કમળ ખીલ્યું

નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો ગણાતી 42 નગર પંચાયતોમાં પણ મહાયુતિનો કરિશ્મા જોવા મળ્યો છે.

અહીં ભાજપે 22 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે.

શિંદે સેનાને 8 અને અજિત પવાર જૂથને 3 બેઠકો મળી છે.

સૌથી મોટો ફટકો શરદ પવાર (Sharad Pawar) ની પાર્ટીને પડ્યો છે, જે અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. વિપક્ષમાં શિવસેના (UBT) ને 4 અને કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે.

રાજ ઠાકરેનું પ્રદર્શન 'શૂન્ય' મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે માટે આ ચૂંટણી અસ્તિત્વનો પ્રશ્ન બની ગઈ છે. નગર પરિષદ હોય કે પંચાયત, તેમની પાર્ટીને એક પણ બેઠક (0 Seats) મળી નથી. મતદારોએ MNS ને સંપૂર્ણપણે જાકારો આપ્યો છે.

BMC ચૂંટણી પહેલાં ટ્રેલર? રાજકીય પંડિતોના મતે, આ પરિણામો જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકા (BMC Election) અને અન્ય 28 પાલિકાઓની ચૂંટણીનું ટ્રેલર છે. ભાજપની રણનીતિ અને જમીની સ્તરે કરેલી મહેનત રંગ લાવી છે, જે આગામી મોટી ચૂંટણીઓમાં મહાયુતિ માટે બુસ્ટર ડોઝ સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ

IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

શુભમન ગિલ કેપ્ટન..., 2026 T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયેલા ખેલાડીઓની પ્લેઇંગ ઈલેવન, નામ જોઈને ચોંકી જશો

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

Embed widget