Diwali 2021: 4નવેમ્બરે દિવાળીમાં મા લક્ષ્મીની પૂજામાં, આ ચીજો કરો માને અર્પણ, ધન વૈભવમાં થશે વૃદ્ધિ
Diwali 2021 Puja Maa Laxmi Bhog: દિવાળીના દિવસે મા લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સાથે કેટલીક એવી ચીજો છે, જેને લક્ષ્મી-ગણેશને અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
Diwali 2021 Puja Maa Laxmi Bhog: દિવાળી 4 નવેમ્બરે છે. આ દિવસે મા લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ સાથે કેટલીક એવી ચીજો છે, જેને લક્ષ્મી-ગણેશને અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
હિન્દુ ધર્મમાં દિવાળી અતિ મહત્વનો તહેવાર છે. કાર્તિક માસની કૃષ્ણપક્ષની અમાવસ્યાએ મનાવાય છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે મનાવાશે, દિવાળીમાં ધનની દૈવી મા લક્ષ્મી અને મંગલમૂરતિ ગણેશની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મી પ્રસન્ન થઇને આર્શીવાદ આપે છે. મા લક્ષ્મીજીના આર્શીવાદ અને કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
મા લક્ષ્મીને આ પ્રસાદનો લગાવો ભોગ
દિવાળીમાં મા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને પ્રસન્ન કરવા માટે તેને ભોગ અર્પણ કરવામાં આવે છે. માને દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન દાડમ, શ્રીફળ, શિંગોળા અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય સીતાફળ, કેસરભાત,હલવો, ચોખા, ખીર, પણ લક્ષ્મીજીને અર્પિત કરાય છે, કારણ કે એ પણ તેને પ્રિય છે. આ તમામમાંથી કોઇ પણ એક વસ્તુનો ભોગ લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.માન્યતા છે કે, મા લક્ષ્મીની સંપૂર્ણ વિધિ વિધાન સાથે અને ભાવથી જો પૂજા કરવામાં આવે તો આર્થિક પરેશાની નથી આવતી.
લક્ષ્મી પૂજાનું શુભ મૂહૂર્ત
સાંજે 6 વાગ્યાને 9 મિનિટથી રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ સુધી
અવધિ – 1 કલાકને 55 મિનિટ
પ્રદોષ કાળ-17:34:09થી 20:10:27 સુધી
વૃષભ કાળ- 18:10:29થી 20:06:20 સુધી
દિવાળી શુભ ચોઘડિયા મુહૂર્ત
સવારનું મૂર્હૂત: 06:34:53 વાગ્યાથી07:57:17 વાગ્યા સુધી
સવારનું મૂહૂર્ત: 10:42:06 વાગ્યાથી બપોરે 14:49:20 સુધી
સાંજનું મૂહૂર્ત:સાંજે 16:11:45 વાગ્યાથી રાત્રે 20:49:31 વાગ્યા સુધી
રાત્રિનું મૂહૂર્ત: રાત્રે 24:04:53 વાગ્યાથી રાત્રે 01:42:34 વાગ્યા સુધી