રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્યના 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે. ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત છે

ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણી અંતર્ગત આજે(19 ડિસેમ્બર) મતદાન થઇ રહ્યું છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનમાં 2500 કરતાં વધુ મતદારો મતદાન કરશે. રાજ્યના 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈ મતદાન થઇ રહ્યું છે. રાજકોટ સિવાય રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. રાજકોટમાં બે ભાજપ પ્રેરિત સમરસ અને RBA પેનલ વચ્ચે ચૂંટણી જંગ છે.
RBA પેનલના સમર્થકો માનીતા મતદારોને છેક સુધી મૂકવા જતા હોવાનો આરોપ લગાવાયો છે. સમરસ પેનલના મહિલા સમર્થકે RBA પેનલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત છે. રાજ્યના તમામ બાર એસો.માં ખજાનચી પદે મહિલા અનામત સીટ રાખવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે પ્રથમવાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. રાજ્યની બાર એસો.ની ચૂંટણીનું સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે.મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી થશે. ઉલ્લેખનિય છે કે, મોડી રાત સુધીમાં તમામ બાર એસો.ની ચૂંટણીના પરિણામો જાહેર થશે.
અમદાવાદમાં પ્રમુખ સહિતના 20 પદ માટે 72 ઉમેદવારો મેદાનમાં
પ્રમુખ પદ માટે પાંચ અને ઉપપ્રમુખ પદ માટે છ ઉમેદવાર મેદાને છે. પ્રમુખ પદ માટે યતીન ઓઝા, બાબુ માંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, દર્શન શાહ અને ચિત્રજીત ઉપાધ્યાય મેદાને છે. તો ઉપપ્રમુખના પદ માટે પૃથ્વીરાજસિંહ જાડેજા, પુનિત જુનેજા, અશોક પારેખ, વિરાટ પોપટ, અભિરાજ ત્રિવેદી અને નીરવ ત્રિવેદી ઉમેદવાર છે. જનરલ સેક્રેટરીના પદ માટે હાર્દિક બ્રહ્મભટ્ટ, મહેશ બારીયા, ભાવિક પંડ્યા, દેવેન્દ્ર પંડ્યા અને વિશાલ ઠક્કર ઉમેદવાર છે.ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.માં કુલ 2900 મતદારો છે. અમદાવાદમાં પ્રમુખ સહિતના 20 પદ માટે 72 ઉમેદવારો મેદાનમાં છે.
ખજાનચીના મહિલા અનામત પદ માટે ભક્તિ જોશી, અમી પટેલ, જૈમીની પાઠક અને ખુશ્બુ વ્યાસ મેદાને છે. જ્યારે જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 10 ઉમેદવારો મેદાને છે. જેમાં ઓમ કોટવાલ, દર્શન દવે, વિલવ ભાટિયા, રેખા કાપડિયા, અન્વિત મહેતા, ચંદ્રમણી મિશ્રા, આકાશ પંડ્યા, હેમાંગ કુમાર શાહ, અલકા વાણીયા અને નિખિલ વ્યાસનો સામાવેશ થાય છે.




















