(Source: ECI/ABP News/ABP Majha)
Diwali 2023: મહાલક્ષ્મીની પૂજા વખતે હાથ જોડવાની ન કરો ભૂલ, આ મુદ્રા સાથે કરો પ્રાર્થના, મનોકામના થશે પૂર્ણ
માતા લક્ષ્મીની પૂજા વખતે આરતી અને હાથ જોડવાની કેમ મનાય કરવામાં આવે છે. જાણો શું છે તેનું મહત્વ
Diwali 2023:સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. ત્યારબાદ પૂજા કલશની સ્થાપના કરો, દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુઓ જેમ કે ગાય, શંખ વગેરેની પૂજા કરો. ધનતેરસના દિવસે તમે ખરીદેલા નવા સિક્કાની પૂજા કરો. ધ્યાનમાં રાખો, આ પૂજા સમયે, તમારા ઘરના તમામ જૂના સિક્કા, જે તમે અગાઉના ધનતેરસ પર ખરીદ્યા હતા, નવા સિક્કાઓ સાથે અભિષેક કરો અને પૂજા કરો. તેમજ ઘરની તમામ પરિણીત મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલા ઘરેણાં વગેરેનો પૂજામાં સમાવેશ કરો અને તેમને પૂજા સામગ્રી સાથે પૂજા સ્થળ પર આખી રાત છોડી દો.
પૂજા પછી મહાલક્ષ્મીની સામે યાચનાની મુદ્રા બનાવીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. યાદ રાખો, મહાલક્ષ્મીની સામે હાથ જોડવાની નથી પરંતુ યાચનાની કામનાની મુદ્રા બનાવવાની છે. ધરાવેલા નૈવેદ્યને પ્રસાદ તરીકે સ્વીકારો. સૌપ્રથમ એક કે બે દિવા પણ મહાલક્ષ્મીની સામે એટલે કે પૂજા સ્થાન પર મૂકો બાદ તેને ઘરમાં દરેક જગ્યાએ અને બહાર મૂકો, સ્વસ્તિ વાચન અવશ્ય કરો.
પૂજા સમયે આ બાબતોનું રાખો ધ્યાન
જે ચિત્રમાં દેવી લક્ષ્મી ઉભી છે અને આશીર્વાદ આપી રહી છે તે ચિત્ર ક્યારેય પ્રદર્શિત ન કરવું જોઈએ. કારણ કે તે દેવી લક્ષ્મીનું સ્થિર સ્વરૂપ નથી. ઘુવડ એ માતાનું વાહન છે, જે રાત્રે સક્રિય હોય છે અને નિર્જન સ્થળોએ રહે છે. જે તસવીરમાં દેવી લક્ષ્મી ઘુવડ પર બિરાજમાન છે તે તસવીર ન લગાવો.
દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો છે, તેમાંથી કોઈપણને ઘરમાં રાખી શકાય છે. પરંતુ બેઠી મુદ્રા શુભ મનાય છે. જે સ્થિર લક્ષ્મીનું વરદાન આપે છે. રોજગારીના સાધન સામગ્રીની પૂજા કરવી જોઇએ.
મહાલક્ષ્મી અને શ્રી ગણપતિ બંને આદ્યો દેવ એટલે કે આદિ દેવ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પૂજા પછી આરતી કરવામાં આવે છે, ત્યારે દેવતા લીન થઈ જાય છે. એટલે કે, દેવતાઓ તેમની દુનિયામાં પાછા ફરે છે જ્યાંથી તેઓ આવ્યા હતા. પરંતુ તે એક આદ્ય દેવ હોવાથી તેને દૂર મોકલી શકાતો નથી. તેઓ જન્મથી મૃત્યુ સુધી જરૂરી છે. આ કારણથી આરતી ન કરવી જોઈએ. હા, જો તમને કોઈ પંડિતજીએ પૂજા કરાવી હોય તો તમારે પંડિતજીને પૂછવું જોઈએ કે આરતીને બદલે તમે યજમાનને સ્વસ્તિકનો જાપ કરીને અને જળથી આરતી કરીને આશીર્વાદ આપો. જો તમે પોતે પૂજા કરતા હોવ તો આરતીને બદલે સ્વસ્તિનો જાપ કરો.
મહાલક્ષ્મી સાથે હાથ ન જોડો, હાથ જોડવું એ આદરની નિશાની છે. જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે આપણે હાથ જોડીને અભિવાદન કરીએ છીએ અને વિદાય વખતે પણ હાથ જોડીને અભિવાદન કરીએ છીએ. એટલે કે, હાથ જોડીને વિદાય લેવાની નિશાની પણ છે. લક્ષ્મી માતાની આજીવન જરૂરિયાત છે. જેથી તેના જીવનભર આપણી સાથે રહે તેથી હાથ જોડીને અભિવાદન ન કરશો.
આ રીતે કરો પૂજાનું સમાપન, કામનાની થશે પૂર્તિ
મહાલક્ષ્મીની પૂજા કર્યાં બાદ હાથ ન જોડવા પરંતુ અંજુલી મુદ્ગામાં જ તેને પ્રણામ કરવા જોઇએ અને માથું નમાવવું જોઇએ.આમ કરવાથી આપની મનોકામના પૂર્ણ થશે અને મહાલક્ષ્મીનો આપના જીવનમાં ચિરસ્થાયીવ વાસ રહેશે.