Somawar Upay: સોમવારના દિવસે કરો આ વિશેષ ઉપાય, સુખ, સમૃદ્ધિ અને ધનમાં થશે વૃદ્ધિ
સોમવાર મહાદેવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની વિશેષ કૃપા મેળવા માટે જો કેટલાક ખાસ ઉપાય કરવાાં આવે તો જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મળે છે.
Somwar Upay: ભગવાન શિવ અત્યંત દયાળુ છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે.
સોમવાર દેવોના દેવ ભગવાન મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને તેમના માટે વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન શિવ અત્યંત દયાળુ દેવ છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. જ્યોતિષમાં સોમવારે વિશેષ ઉપાયો કરવાની પણ જોગવાઈ છે. આ ઉપાયોનું પાલન કરવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વધારો થાય છે. આવો, જાણીએ ઉપાય-
સોમવારના ઉપાયો
જો તમારા પરિવારમાં હંમેશા મતભેદની સ્થિતિ રહે છે, તો સમોવરના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો. પીપળાને જળ આપો અને વંદન કરો. પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરો. આમ કરવાથી પરિવારમાં રહેલો મતભેદ દૂર થાય છે.
જો તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે, તો તમારી યાદશક્તિ વધારવા માટે સોમવારે ભગવાન શિવની સાથે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઇએ,. આ સમયે માતા સરસ્વતીને દૂધ અને ચોખા કેસરયુક્ત ખીર ચઢાવો., શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ‘ઓમ હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી યાદશક્તિ તેજ થાય છે.
લગ્નમાં વિલંબ થતો હોય તો લોકોએ સોમવારે સ્નાન કર્યાં બાદ સફેદ વસ્ત્રો ધારણ કરો બાદ હવે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. રાહુ-કેતુ સહિતના અશુભ ગ્રહોની અસરને ઓછી કરવા માટે તમારે પાણીમાં કાળા તલ પણ મિક્સ કરવા જોઈએ. આ જળ પણ મહાદેવને ચઢાવો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને શણ, ધતુરા, મદારના ફૂલ વગેરે ચઢાવો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.
જો તમારું લગ્નજીવન સુખી નથી તો સોમવારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો. આ પછી પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ ની સાથે ‘ઓમ બ્રહ્મ ભ્રામ ભ્રૌમ સ: રાહવે નમઃ’ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધો મધુર અને મજબૂત બને છે.
માનસિક તણાવથી રાહત મેળવવા માટે દર સોમવારે સ્નાન અને ધ્યાન પછી ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો. સફેદ વસ્તુઓનું પણ દાન કરો. આમ કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. આ ઉપાય કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.