શોધખોળ કરો

સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ

 US-Israel Iran War: ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા અને ત્યારબાદના વળતા હુમલાઓ પછી મિડલ ઈસ્ટ યુદ્ધનું મેદાન બની ગયું છે. ઈઝરાયલ અને ઈરાન બંને સતત હુમલાઓ કરી રહ્યા છે.

 US-Israel Iran War: ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા અને ત્યારબાદના વળતા હુમલાઓ પછી મિડલ ઈસ્ટ યુદ્ધનું મેદાન બની ગયું છે. ઈઝરાયલ અને ઈરાન બંને સતત હુમલાઓ કરી રહ્યા છે. ઈરાન સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત સહિત અનેક આરબ દેશોમાં અમેરિકન બેઝ પર પણ હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ તેહરાન અને બૈરુત પર હુમલો કરવાનું ચાલુ રાખ્યા છે. જેમાં ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર પણ સામેલ છે. જ્યારે ઈરાન અને લેબનોનમાં મૃત્યુઆંક સેંકડોમાં છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનમાં અમેરિકન ગ્રાઉન્ડ ફોર્સની તૈનાતીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નકારી કાઢી નથી. ન્યૂ યોર્ક પોસ્ટ સાથેના એક ફોન ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "મને જમીન પર સૈનિકોની તૈનાતીથી કોઈ સમસ્યા નથી. જેમ કે, દરેક રાષ્ટ્રપતિ કહે છે, 'જમીન પર કોઈ સૈનિક નહીં હોય.' હું એવું નથી કહેતો."

મિડલ ઈસ્ટ સંકટ વધુ ઘેરું બની રહ્યું છે કારણ કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે અને ચેતવણી આપી છે કે આ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને આગ લગાવી દેવામાં આવશે. IRGC એ કુવૈતમાં આરિફજાન બેઝ પર 10 ડ્રોનનો ઉપયોગ કરીને હુમલાઓનો નવો દોર શરૂ કરવાનો દાવો કર્યો છે, જ્યાં અમેરિકી સૈનિકો રહે છે. તેમણે દાવો કર્યો હતો કે ડ્રોન સફળતાપૂર્વક તેમના લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. 

ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઈરાની ડ્રોન હુમલા સમયે રિયાધમાં અમેરિકી દૂતાવાસ ખાલી હતું. તેણે કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સામે લશ્કરી અભિયાન લગભગ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે વચન આપ્યું હતું કે વોશિંગ્ટન તેહરાનની મિસાઇલ અને પરમાણુ ક્ષમતાઓને નાબૂદ કરવા માટે ગમે તે કરશે.

એક્સિઓસે સોમવારે ત્રણ સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઇરાકમાં કુર્દિશ નેતાઓ સાથે ઈરાન સંઘર્ષ અંગે ટેલિફોન પર વાત કરી હતી.

ઇઝરાયલી સૈન્યએ મંગળવારે સવારે જણાવ્યું હતું કે તે લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટર અને શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ પર બોમ્બમારો કરી રહ્યું છે.

UAE ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના હવાઈ સંરક્ષણને ઈરાનથી છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલોની નવી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇરાકી રાજ્ય મીડિયા અનુસાર, ઇરાકે એક ડ્રોનને અટકાવ્યું હતું જેણે અબુ ગરીબ જેલ સંકુલની નજીક જવાનો પ્રયાસ કર્યો હતો. આ જેલ એક સમયે સદ્દામ હુસૈનની ટોર્ચર સાઈટ તરીકે કુખ્યાત હતી અને બાદમાં તે અમેરિકાના નિયંત્રણ હેઠળના કેદીઓને ત્રાસ આપવાનું  સ્થળ બની હતી. રિપોર્ટ્સ અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી.

ઈરાની સરકારી મીડિયાએ રિપોર્ટમાં કહ્યું હતું કે તેહરાનમાં સરકારી બ્રોડકાસ્ટર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગના મુખ્યાલય પાસે બે વિસ્ફોટ થયા હતા, જ્યારે ઇઝરાયલી દળોએ કહ્યું હતું કે તેઓ ઇમારતને નિશાન બનાવી રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ ઈરાની માળખા પર યુએસ-ઇઝરાયલી મોટા હુમલાનો એક ભાગ હતો.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે સોમવારે અમેરિકન નાગરિકોને મધ્ય પૂર્વના એક ડઝનથી વધુ દેશોમાંથી તાત્કાલિક સ્થળાંતર કરવા વિનંતી કરી હતી, કારણ કે આ ક્ષેત્રમાં ઈરાન અને ઇઝરાયલી-યુએસ સંયુક્ત મોરચા વચ્ચે લશ્કરી લડાઈ વધી રહી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના કોન્સ્યુલર બાબતોના સહાયક સચિવ મોરા નામદારના જણાવ્યા અનુસાર, અમેરિકનોને બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, વેસ્ટ બેન્ક અને ગાઝા, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન છોડી દેવાની સલાહ આપવામાં આવી છે.

જોર્ડનમાં યુએસ દૂતાવાસના રાજદ્વારી કર્મચારીઓએ ધમકીઓને કારણે અમ્માનમાં મિશનનું સ્થાન અસ્થાયી રૂપે છોડી દીધું છે. દૂતાવાસે વધુ વિગતો આપી નથી, પરંતુ ઈરાન સમર્થિત ઇરાકી લશ્કર, કતૈબ હિઝબુલ્લાહ દ્વારા જોર્ડનમાં યુએસ લશ્કરી મથક પર હુમલો કરવાની ધમકી આપ્યાના થોડા સમય પછી જ આ જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget