શોધખોળ કરો

Today's Horoscope: ધન સહિત આ રાશિના જાતક માટે મુશ્કેલીભર્યો દિવસ, જાણો મેષથી મીન રાશિફળ

Today's Horoscope: આજે 15 ડિસેમ્બર રવિવારનો દિવસ.મેષથી મીન રાશિ લોકો માટે કેવો નિવડશે. જાણીએ 12 રાશિનું રાશિફળ

Today's Horoscope: આજે 15 ડિસેમ્બર રવિવારનો દિવસ કઇ રાશિ માટે શુભ નિવડશે અને કઇ રાશિએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. જાણીએ 12 રાશિનું રાશિફળ, જાણીએ 12 રાશિના જાતકના કિસ્મતના તારા શું કહે છે.

મેષ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. બિનજરૂરી બાબતોમાં તમારો સમય બગાડો નહીં. આજે તમે તમારા ભવિષ્ય માટે કોઈ નિર્ણય લઈ શકો છો. જેમાં તમને સફળતા મળશે.પરંતુ આજે તમારા પોતાના લોકો તમને સાથ આપતા નથી  તેવું લાગશે.

વૃષભ

આજે તમે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. આજે તમે કોઈ ખાસ બાબતને લઈને માનસિક રીતે પરેશાન રહી શકો છો. બિઝનેસમાં આજે કોઈ નવું કામ શરૂ ન કરવું. વેપારમાં કોઈ મોટું જોખમ ન લેવું. પરિવારમાં પત્ની સાથે મતભેદ થઈ શકે છે.

મિથુન

આજે તમે તમારા ભાગીદારો સાથે કોઈ નવા કામ માટે મોટું આયોજન કરી શકો છો, જેમાં તમને સફળતા જોવા મળશે. આજે તમને તમારા કાર્યસ્થળ પર કાર્યક્ષમ માર્ગદર્શન મળશે, જેનાથી તમારા કાર્યમાં વધુ સુધારો થશે. આજે તમે ખુશ રહેશો.

કર્ક

આજે તમે તમારા પરિવાર અને બાળકો સાથે બહાર જવાનું નક્કી કરી શકો છો. આજે તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના વ્યવહારમાં નરમાશ રાખવી જોઈએ. નહિંતર, તમારા કાર્યસ્થળમાં કોઈ મોટું પદ તમારી પાસેથી છીનવી શકે છે.

સિંહ

આજે, તમારા પરિવાર અથવા વ્યવસાય માટે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો. અન્યથા તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો આજે તમારી પાસે કોઈ મોટી ઑફર આવે છે, તો તેના માટે થોડો સમય કાઢો અને તેને સમજી લો અને પછી નિર્ણય લો. આજે તમારા અધિકારીઓ સાથે તમારા સંબંધો બગડવાની સંભાવના છે.

કન્યા

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા મનમાં ચાલી રહેલી કોઈ જૂની યોજના આજે સફળ થઈ શકે છે, જેમાં તમને તમારા સહકર્મીઓનો પૂરો સહયોગ આપશે.  આજે તમે તમારી જૂના કામ  પૂરા કરી શકશો.  જેના કારણે તમે કોઈ મોટી સમસ્યામાંથી મુક્તિ મેળવવામાં સફળ થશો. વેપારમાં તમને મોટો ફાયદો થશે. પરિવારમાં ચાલી રહેલા જૂના મુદ્દાઓને સમાપ્ત કરવા માટે, તમે આજે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરી શકો છો.

તુલા

આજે તમે તમારી જાતને નવી ઉર્જાથી ભરેલા મહેસૂસ કરશો.  જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. તમે તમારા કામ પ્રત્યે સમર્પિત દેખાશો. આજે તમારા કાર્યસ્થળમાં મોટો ફેરફાર કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

વૃશ્ચિક

આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમે તમારા મિત્રો સાથે મનોરંજન માટે ક્યાંક ફરવા જઈ શકો છો. આજે તમે તમારા મનમાં બિઝનેસમાં નવા કામના સંબંધમાં કોઈ મોટી મીટિંગ કરવાની યોજના બનાવી શકો છો.

ધન

આજે તમારો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેશે. સ્વાસ્થ્યને કારણે તમે થોડા ચિંતિત રહી શકો છો. ઉપરાંત, તમારી પત્ની સાથે આંતરિક મતભેદો વધશે, જેના કારણે તમે પરિવારમાં પરેશાન રહી શકો છો. આજે વેપારમાં મોટા નિર્ણયો ન લો. ક્યાંય આંખ આડા કાન ન કરો. નહિંતર તમને નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે અંગત બાબતો શેર ન કરો. અન્યથા તમારે વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે.

મકર

આજનો દિવસ તમારા માટે અદ્ભુત અને આનંદદાયક રહેશે. આજે તમને તમારા પેન્ડિંગ પૈસા મળી શકે છે. ઉપરાંત, તમે તમારા કાર્યસ્થળ પર કેટલીક મોટી સંપત્તિ વગેરેનો વ્યવહાર કરી શકો છો, જે ભવિષ્યમાં મોટી યોજનાઓના રૂપમાં તમારા માટે ફાયદાકારક રહેશે.

કુંભ

આજે તમે કોઈ નવા કામના સંબંધમાં બહાર પ્રવાસ કરી શકો છો. તમે જે કામ માટે જઈ રહ્યા છો. કેટલીક અડચણો આવી શકે છે, પરંતુ તમારો ઉદ્દેશ્ય પૂરો થતો જણાશે. જૂના વિવાદને આજે ઉકેલવાનો પ્રયાસ કરો. જે તમારી પ્રગતિને અવરોધે છે. પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના બની શકે છે.

મીન

આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. કોઈ જૂના મોટા વિવાદને ઉકેલવામાં તમને સફળતા મળશે. આજે તમે તમારા જીવન માટે મોટી રકમ જમા કરી શકો છો, જે તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવશે. વ્યવસાયમાં આજે કોઈને મોટી રકમ ઉધાર ન આપો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget