શોધખોળ કરો
Advertisement
રાશિફળ 4 માર્ચ: આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરી રહી છે પ્રભાવિત, જાણો તમામ રાશિનું આજનું રાશિ ભવિષ્ય
Today Horoscope: આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ કાર્યથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે મહા વદ છઠની તિથિ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે. મેષ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ કાર્યથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
Today Horoscope
મેષ (અ.લ.ઇ.) : આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે. તેથી પૂરા આનંદ સાથે વિતાવજો. ખર્ચને લઈ એલર્ટ રહેજો. આળસને ખુદથી દૂર રાખજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજે કામ અને આરામ બંનેનો તાલમેલ બનાવી રાખજો. કાર્યસ્થળ પર સહયોગી સાથે અણબનાવ હોય તો ધીરજ સાથે કામ લેજો.
મિથુન (ક.છ.ઘ.) ખુદને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી રાખજો. ભૂલથી બચવા માટે ધીરજ સાથે કામ કરજો. વડીલોની સલાહ બાદ જ કોઈ નિર્ણય લેજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે વિવેક અને વિશ્વાસ સાથે કામ કરજો. આર્થિક મામલામાં આજે મિત્રો અને પડોશી સહાયક બનશે. ઘરમાં વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે એલર્ટ રહેજો.
સિંહ (મ.ટ.) આજે લાંબા સમયથી લાગુ નિયમોને બદલવાનો સમય આવી ગયો છે. કાર્યસ્થળ પર યોગ્યના હિસાબે ચીજોમાં બદલાવ શરૂ કરી દો. બિનજરૂરી વિવાદમાં પડવાથી બચજો.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યોનો પૂરા કરવામાં દિવસ પસાર થશે. જો કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હોય તો પૂરા કરી લો. આજના દિવસે કુળમાં શુભ સૂચના મળવાની સંભાવના છે.
તુલા (ર.ત.) આજે મહત્વપૂર્ણ લક્ષ્ય પૂરા કરવા માટે બમણો પરિશ્રમ કરવો પડશે. રોકાણ કરવા માંગતા હો તો શ્રેષ્ઠ સમય છે. જીવસાથી સાથે મતભેદ થઈ શકે છે.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે વધુ પડતાં આત્મવિશ્વાસમાં ન રાચતાં. સરકારી કામ કાજમાં ખાસ સાવધાની રાખજો. ઘરના નાના સભ્યોની પ્રતિષ્ઠા વધશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજનો દિવસ તમારા રચનાત્મક કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ. જેનાથી મન પ્રસન્ન રહેશે. પરિવારમાં પ્લોટ કે નવું મકાન લેવાનું પ્લાનિંગ થઈ શકે છે.
મકર (ખ.જ.) આજના દિવસે તમારા શત્રુ નુકસાન પહોંચાડી શકે છે, તેથી સતર્ક રહેજો. પરિવારમાં પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. અચાનક તબિયત ખરાબ થઈ શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યો પૂરા કરવા માટે લિસ્ટ તૈયાર કરજો. કાર્યસ્થળ પર જવાબદારીનો બોજ તમારી દિશા ભ્રમિત કરી શકે છે. પરિવારમાં કોઇના વિવાહની વાત ચાલી શકે છે.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે ખોટા ખર્ચા આવી શકે છે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારી અને પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. સ્વાસ્થ્યને લઈ દિવસ સામાન્ય રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion