Guruwar Upay: નોકરી મેળવવામાં પડી રહી છે મુશ્કેલી ગુરૂવારે આ સિદ્ધ સચોટ ઉપાય કરો, મળશે અપાર સફળતા
જો ભાગ્યનો કારક ગુરુ નબળો હોય તો ધનહાનિ, કામમાં અડચણો, લગ્નમાં અડચણો વગેરે સમસ્યા થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગુરુ નબળો હોય ત્યારે આ કાર્યોમાં ભાગ્ય તમારી તરફેણ કરતું નથી.
Guruwar Upay: ગુરુ ગ્રહને બૃહસ્પતિ ગ્રહ કહેવામાં આવે છે. જીવન પર ગુરુનો વિશેષ પ્રભાવ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ભાગ્ય, ધન, સંતાન, લગ્ન, ધાર્મિક કાર્ય, ધન અને દાન વગેરેનો કારક માનવામાં આવે છે. સૂર્ય પછી ગુરુને સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પણ ગુરુને એક ખાસ ગ્રહ માનવામાં આવે છે, જેની ખરાબ સ્થિતિને કારણે સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ બને છે અને જીવન પણ સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. વ્યક્તિની કુંડળીમાં ગુરુની નબળી સ્થિતિ ખરાબ નસીબનું કારણ બને છે અને તેને આર્થિક, શારીરિક, સંતાન, વૈવાહિક જીવન વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ગુરુને સફળતા અને ઉદારતાનો ગ્રહ પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ગુરુ નબળો હોય તો વ્યક્તિ આળસુ બની જાય છે અને સફળતા સરળતાથી મળતી નથી. નોકરીમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યોતિષમાં નબળા ગ્રહ ગુરુને મજબૂત કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે ગુરુને મજબૂત બનાવી શકો છો.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂવારે કેટલાક એવા ઉપાય છે જેને કરવાથી ખાસ કરીને વ્યવસાય અને કરિયરમાં આવતી રૂકાવટ દૂર થઈ જાય છે.
ગુરુવારે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. આનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે.
ગુરૂવારે તલ અને છત્રીનું દાન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. તેમજ અશુભ ગ્રહોના દુષ્પ્રભાવ દૂર થાય છે.
દૂધ અને કાળા તલનો જલાભિષેક કરવાથી પણ કરિયરમાં આવતી રૂકાવટ દૂર થાય છે.
ગુરૂવારના દિવસે વિષ્ણુ સમક્ષ દીપક કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી સુખ સંપદામાં વૃદ્ધિ થાય છે.