Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Vastu Tips : ઘરમાં સુખ-સમૃદ્ધિના આગમન માટે આ ત્રણ વસ્તુઓ ઘરના મુખ્ય દ્વાર પર જ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ નકારાત્મક ઊર્જા અંદર નહીં પ્રવેશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર બની રહેશે
Vastu Tips : ઘરમાં સુખ-સમૃદ્ધિના આગમન માટે આ ત્રણ વસ્તુઓ ઘરના મુખ્ય દ્વાર પર જ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ નકારાત્મક ઊર્જા અંદર નહીં પ્રવેશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર બની રહેશે
વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર શુભ વસ્તુઓ લગાવે છે. આ વસ્તુઓને લગાવવાથી ઘરમાં રહેતા લોકો પર સકારાત્મક અસર જોવા મળે છે. જો તમે પણ તમારા મુખ્ય દરવાજાને સજાવવા માંગો છો, તો ચાલો તમને જણાવીએ કે ઘરના મુખ્ય દરવાજા પર કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ.
ગણેશજી
તમારે ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. જો કે ગણેશજીને બહારની જગ્યાએ મૂકવાને બદલની મેઇન ડોરની ઉપરની બાજુ લગાવો. . તેને બહાર લગાવવાથી ઘરમાં પૈસાની કમી રહે છે અને ગરીબી વધશે. તેને અંદરની તરફ લગાવવાથી અવરોધોનો નાશ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે.
સ્વસ્તિક
ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ લાલ સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક લગાવવાથી ઘરની વાસ્તુ અને દિશા દોષ દૂર થાય છે. મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું સ્વસ્તિક બનાવો. આને લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
લક્ષ્મીજીના ચરણ
લક્ષ્મીજીના ચરણ ઘરના મુખ્ય દ્વાર પર મુકો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીના ચરણ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.
શુભ લાભ
નકારાત્મક અને ખરાબ ઉર્જાથી બચાવવા માટે ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ શુભ લાભ લગાવવા જેને પણ શુભ માનવામાં આવે છે.
મંગલ કલશ
મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો કલશ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી. મુખ્ય દરવાજા પર મુકવામાં આવેલ કલશનું મુખ પહોળું અને ખુલ્લું હોવો જોઈએ. તેમાં પાણી અને થોડીક ફૂલની પાંદડીઓ નાખો.
તોરણ
ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધો. આંબાના પાંદડામાં ખુશીને આકર્ષવાની ક્ષમતા હોય છે. તેના પાંદડાની ખાસ સુગંધ પણ મનને શકુન મળે છે. . એટલા માટે તેના પાનથી બનેલ તોરણ મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.